ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ભારતિય વિચારમંચ સંયુક્ત ઉપક્રમે સંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ભારતિય વિચારમંચ સંયુક્ત ઉપક્રમેસંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઇઆજની યુવા પેઢી દ્વારા સંશોધનમાં ભારતીય દ્રષ્ટિકોણનો સમન્વય બની રહે અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સંવહન થાય, વ્યાપાર, શિક્ષણ, કાનૂન જેવા વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રનાં મૂલ્યોનું દર્શન થઇ શકે તે દિશામાં યુનિ.દ્વારા વિજ્ઞાન, આર્ટ્સ, વ્યાપાર, પ્રબંધન શિક્ષણમાં ઉત્કૃષ્ટ સંશોધનનો કાર્ય થઈ રહ્યું છે.– પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીજૂનાગઢ તા. ૧૯, કોલેજ ઓફ ટેકનોલોજીનાં બી.એડ કોલેજ મોતીબાગ જૂનાગઢ ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જૂનાગઢ અને ભારતીય વિચારમંચ ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે સંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીનાં અધ્યક્ષસથાને યોજાયેલ
અધ્યક્ષિય ઉદબોધનમાં પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે વિશ્વવિદ્યાલયનું લક્ષ ઉચ્ચ ગુણવત્તા અને સંબંધિત શોધ અધ્યયન, પરામર્શ અને પ્રશિક્ષણ કાર્યક્રમ સંચાલિત કરવાનું છે. યુનિવર્સિટીનો ઉદ્દેશ વૈશ્વિક સ્તર પર સક્ષમ શોધ સંસ્થાનો અને વિશ્વવિદ્યાલય સાથે શૈક્ષણિક સંબંધ સ્થાપિત કરવાનું અને તેનો વિસ્તરણ કરવાનું પણ છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહિત કરવા સ્વતંત્ર અને મહત્વપૂર્ણ વિચારો સામાજિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ક્ષમતા નિર્માણના માધ્યમથી વિદ્યાર્થીઓને સશક્ત બનાવી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને પોતાના વ્યવસાયમાં અને સામાજિક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીના સહાયરૂપ બને છે. જીવનની ગુણવત્તાને સુધારવા સાથે રાષ્ટ્રીય ધરોહર, સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે સંતુલન બનાવી રાખીને ઉચ્ચતમ માનવીય મૂલ્યોને આત્મસાત કરવાનો અવસર પ્રદાન કરનાર ભક્તકવિ નરસીંહ મહેતા યુનિ. અને ભારતિય વિચારમંચ ગુજરાત પ્રાંતનાં સંયુક્ત ઉપક્રમે સંશોધનમાં ભારતીયતા વિષયે એકદિવયસીય કાર્યશાળામાં તજજ્ઞો વિચારમંથન શોધસ્કોલર્સ અને અધ્યાપકગણને ઉપયોગી માર્ગદર્શક બની રહેશે.
ઉદઘાટન સત્રનાં ઉદઘાટક અને ઓર્ગેનાઈઝર વિકલીનાં સંપાદક શ્રી પ્રફુલભાઇ કેતકરે પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે વ્યક્તિત્વ ઘડતરની સાથે સમાજ ઘડતરમાં ભારતીય વિચારમંચ "આ..નો ભદ્રા: ક્રત્વો યન્તુ વિશ્વત:" અથર્વવેદની આ પંક્તિને આત્મસાત કરીને છેલ્લા ૩૮ વર્ષોથી વૈચારિક ક્ષેત્રમાં કામ કરતુ ઍક સંગઠન છે, પ્રત્યેક સંસ્કૃતિના સ્વકેન્દ્રિત વિચાર હોય છે, યુવાનો અને મહિલાઓમાં આર્થિક વિષયોમાં અને રાષ્ટ્રની વિભિન્ન સમસ્યા ઉપર ચિંતન અને મનન કરવા રાષ્ટ્રને યોગ્ય વિચાર પ્રદાન કરવા સર્વજનહિતાય સર્વજન સુખાયનો વિચાર સમાજની ધારણાઓ અને ઉત્કર્ષનો પોષક બને છે. રાષ્ટ્ર વિશ્વના સર્વોત્તમ શિખર પર બિરાજમાન બને અને વિશ્વ કલ્યાણક ભારત બને તે હેતુ ભારતીય વિચાર મંચની સંકલ્પ સાથે આજે યુનિ.નાં શોધકર્તા છાત્રો સાથે સંગોષ્ઠી યોજાઇ છે.કાર્યક્રમનાં દ્વિતિય સત્રનાં વક્તા અને બુદ્ધ સ્ત્રાતકોતર મહાવિદ્યાલય કુશીનગર ઉત્તરપ્રદેશના પ્રા.(ડો) કૌસ્તુભ નારાયણ મિશ્રાએ જણાવ્યુ હતુ કે સંશોધનોમાં સંદર્ભની આવશ્યકતા જ હોતી નથી. પ્રકૃતિનાં પ્રત્યેક તત્વમાં વિજ્ઞાન સમાયેલ છે. તેને નીરખવા અને પ્રસ્તુત કરવાનો અંદાજ અલગ હોય છે. વિવિધ ક્ષેત્રોમાં ભારતીયતા તેમજ ભારતના મૂલ્યોનું દર્શન થઇ શકે તે દિશામાં યુનિ.માં અભ્યાસરત પ્રત્યેક શોધકર્તાઓએ ખ્યાલ રાખવો જરૂરી છે. આત્મીય વિશ્વવિદ્યાલયના પૂર્વ ઉપકુલપતિ ડો.જયેશ દેશકરજીએ ભારતિય જ્ઞાન પરંપરા અને વિજ્ઞાનની વાત સમજાવી હતી. કાર્યશાળામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના પુર્વ ઉપ કુલપતિ તેમજ પ્રા. અને પૂર્વ આચાર્ય નર્મદા કોલેજ ભરૂચના ડો. ભાસ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય કેન્દ્ર સરકારના બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશનના સદસ્ય તેમજ સંસ્કૃત વિભાગનાં પ્રા.(ડો.) રાજાભાઈ કાથડ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરા સંલગ્ન એમ કે અમીન કોમર્સ કોલેજ વાણિજ્ય વિભાગના પ્રિન્સિપલ ડો.કલ્પેશભાઈ નાયક તથા ભરૂચ કોલેજનાં ડો હરેશ પટેલ, શ્રી નિશાંતભાઇ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા વર્તમાન સમયમાં વિજ્ઞાન, પ્રોદ્યુગીકી, આર્ટ્સ, વ્યાપાર, પ્રબંધન, શિક્ષણ અને કાનૂન જેવા વિવિધ ક્ષેત્રોમાં સંશોધન સાથે સંકળાએલ વિદ્યાર્થી અને વિવિધ ક્ષેત્ર વિષયોમાં સંશોધન કરી ચૂકેલ અને પીએચડીના માર્ગદર્શક દિવસીય કાર્યશાળાનાં તજજ્ઞો સાથે વિષયવસ્તુ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.કાર્યક્રમનાં પ્રારંભે અતિથીઓને જ્ઞાનબાગ સ્વામિનારાયણ ગુરૂકુળનાં નિયામક ડો. આશિષ કાચાએ શબ્દપુષ્પથી આવકાર્યા હતા. પ્રો. (ડો.) વિશાલ જોષીએ અતિથીઓનો પરિચય અને કાર્યશાળાની વિભાવના રજુ કરી હતી. ઈતિહાસકોમર્સ વિભાગનાં વડા પ્રો(ડો.) ભાવસિંહ ડોડીયાએ ઋણભાવ વ્યક્ત કર્યો હતો. દ્વિતિય સત્રમાં ડો. નિશીથ ધારૈયાએ મંચસ્થ અતિથીઓનું સ્વાગત અને કાર્યક્રમનાં અંતે અંગ્રેજી વિભાગનાં વડા પ્રો.(ડો.) ફિરોઝ શેખે આભાર દર્શન કર્યુ હતુ.
કાર્યક્રમને સફળ બનાવવા રજીસ્ટ્રાર ડો. ડી.એચ.સુખડીયા,ડો. મયંક સોની, નવલ કપુરીયા,ડો. સુહાસ વ્યાસ, જતિન રાવલ, ડો. દુષ્યંત દુધાગરા, ડો. ચાવડા, ડો. કાંજીયા ડો. વાછાણી સહિત યુનિ.નાં સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.