શૈક્ષણિક સત્રના અંતિમ દિવસે દધિચી સંકુલ ગડુ મુકામે દિપાવલી પર્વની ઉજવણી - At This Time

શૈક્ષણિક સત્રના અંતિમ દિવસે દધિચી સંકુલ ગડુ મુકામે દિપાવલી પર્વની ઉજવણી


શ્રી દધિચી સંકુલ ગડુ(શેરબાગ)મા આજ રોજ દિપાવલી પર્વ અને નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંકુલમાં અભ્યાસ કરતાં કેજી થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા અલગ-અલગ ધર્મોના ટ્રેડિશનલ ટ્રેસ પહેરીને "સર્વ ધર્મ સમભાવ" નો સંદેશો આપ્યો હતો.સાથે વિદ્યાર્થીઓ દ્વારા કાર્ડ,ગ્રીટિંગ સ્લોગન કાર્ડ બનાવવામા આવ્યા હતા.અને સંકુલના પટાંગણમા બહેનો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી.તથા દિયા મેકિંગ દીવડો સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ તમામ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ નંબરો પ્રાપ્ત કર્યા હતા એમને સંસ્થા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત અનુદાનિત શાળાના આચાર્ય ભગવાનભાઈ વાળા દ્વારા તહેવારનું મહત્વ સમજાવ્યું હતું.સંસ્થાના નિયામકશ્રી પરાગભાઈ ચારિયા દ્વારા વેકેશનનો સદઉપયોગ કરી વાલીશ્રીઓને મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું હતું.કેમ્પસ ડિરેક્ટરશ્રી ગોવિંદભાઈ ચારિયા દ્વારા વિદ્યાથીઓને આત્મનિર્ભર ભારત તરફ તમામ વિદ્યાર્થીઓ વળે અને આ દીપાવલીના તહેવારોમા ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો એવી અપીલ કરવામાં આવી હતી.મેનેજમેન્ટ દિવ્યાબેન ઘોડાદરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંકલન કરી અને આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન વાઘેલા નીલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.