સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડા દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ૩૦૦૦ એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવેલ
*સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેંદરડા દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે 3000 એજ્યુકેશન કીટનું વિતરણ..*
મેંદરડા ખાતે ધોરણ 1 થી 12 અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે.. આ સ્કૂલના ટ્રસ્ટીઓ વ્યવસાયે ઉદ્યોગપતિ છે વિદેશ છોડીને દેશ પ્રત્યે લાગણી થી અહીં ગુજરાતમાં સેટ થયા અને ઉદ્યોગો સ્થાપ્યા અને અનેકોને રોજગારી આપી.. વિશેષ બાળકો પ્રત્યે ખાસ કરીને દીકરીઓ પ્રતિ અપાર લાગણીને કારણે મેંદરડા જેવા રૂરલ વિસ્તારમાં સ્કૂલ ચાલુ કરીને મોટા શહેર જેવું શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરી.. ટ્રસ્ટીઓ દ્વારા અવારનવાર અનેક સામાજિક કાર્યો પણ થતા રહે છે.. તેના ભાગ રૂપે હાલ ચાલી રહેલ નવરાત્રી પર્વમાં સંસ્થા દ્વારા *મેંદરડા તાલુકા તથા વંથલી તાલુકા તથા તથા મેંદરડા શહેરની 70થી પણ વધું ગરબીઓમાં* દરરોજ રાત્રે ટ્રસ્ટીશ્રી પરેશભાઈ ડેડાણીયા સાથે સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હિરેનભાઈ વ્યાસ દ્વારા *રૂબરૂ મુલાકાત* લઇ ને બાળાઓ ને પરેશભાઈ દ્વારા *સ્વહસ્તે કીટનું વિતરણ કરેલ હતું...* આમ શાળા ફક્ત શ્રેષ્ઠ ભણતર જ નહી પણ સામાજિક કાર્યોમાં શ્રેષ્ઠ છે તે સિદ્ધ કર્યું..આ કાર્યમાં સ્કૂલના સ્ટાફ માંથી અતુલભાઈ, ભાવિનભાઈ, અશ્વિનભાઇ, તુષારભાઈ તથા ગામડાઓમાં સ્કૂલમાં ચાલતા વાહનના ચાલકો તેમજ *સ્થાનિક આગેવાનો, ગામના સરપંચશ્રીઓ, ગરબીના સંચાલકો તેમજ સ્થાનિક વાલીશ્રીઓ એ ખુબ મદદ કરી તે બદલ પરેશભાઈ તથા બધા ટ્રસ્ટીઓ વતિ તેમનો આભાર પ્રગટ કરેલો હતો...*
સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોની *આ વિશેષ કામગીરીને મેંદરડાના સ્થાનિક આગેવાનો તેમજ નવ નિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમ્મર સહીતના અગ્રણીઓ ધ્યાન પર લઇ ને અભિનંદન પાઠવેલ હતા...*
તેમજ *શ્રી લેઉઆ પટેલ સમાજ ખાતે નવરાત્રી મહોત્સવમાં શ્રી વિજયભાઈ પાનસુરીયા તથા તેમની ટીમે શ્રી પરેશભાઈ ડેડાણીયાનું આ વિશેષ સેવા બદલ શાલ ઓઢાળી સન્માન કરેલ અને સાથે સાથે શ્રી પરેશભાઈ નો જન્મદિવસ હોય તેમને વિશેષ શુભકામના આપેલ હતી..*
*સિલ્વર સ્ટાર સ્કૂલ તરફથી હાલમાં મેંદરડા ખાતે આયોજિત તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર માધ્યમિક અને પ્રાથમિક ધોરણોના 150 જેટલાં બાળ વૈજ્ઞાનિકોનું પણ કીટ આપી પ્રોત્સાહન વધારેલ હતું..*
*ઉપરોક્ત કાર્યની મેંદરડા તાલુકાના શ્રેષ્ઠિશ્રીઓ નોંધ લઇ ને સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટ ટિમને શુભેચ્છાઓ પાઠવેલ હતી..*
આ સમગ્ર કાર્યક્રમ માટે શ્રી પરેશભાઈ ડેડાણીયા એ પોતાના વિચારો રજુ કરતા કહ્યું કે *"શાળા ફક્ત અભ્યાસ કરવાની જગ્યા નથી પરંતુ સાથે સાથે બાળકો નો સામાજિક, નૈતિક વિકાસ થાય તેમની દેશ પ્રત્યે સમાજ પ્રત્યે જવાબદારીનું ભાન થાય અને શ્રેષ્ઠ નાગરિક બંને તેવી પણ જવાબદારી શાળાની છે.. જે અમે નિભાવવાનો આ નાનો પ્રયત્ન છે.. સંસ્થા ફક્ત આ શુભ કાર્યમાં નિમિત માત્ર છે.. માં જગદમ્બાના આશીર્વાદ અને સૌ કોઈ નો સહકારથી નવ દિવસ માં 35થી વધું ગામડામાં 70થી વધું ગરબીઓમાં જઈ ને 3000 જેટલી કીટનું વિતરણ શક્ય બન્યું છે.. જેનો શ્રેય આપ સૌને અર્પણ કરીએ છીએ.."*
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.