દિવાળીના તહેવારને લઈ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ - At This Time

દિવાળીના તહેવારને લઈ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ


દિવાળીતહેવારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ

દિવાળી તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ધ્વની પ્રદુષણની વિપરિત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ કર્યો છે. જેમાં દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર બોટાદ જિલ્લાની હદ વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવાની જરૂરીયાત જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.