વીજચોરો સામે તંત્રની લાલ આંખઃ બોટાદમાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા - At This Time

વીજચોરો સામે તંત્રની લાલ આંખઃ બોટાદમાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા


વીજચોરો સામે તંત્રની લાલ આંખઃ બોટાદમાં પી.જી.વી.સી.એલના વ્યાપક દરોડા

બોટાદ પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી હેઠળ અધિક્ષક ઈજનેરનાં માર્ગદર્શન હેઠળ તા.૮ થી ૧૨ મી જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બોટાદ,બરવાળા,રાણપુર,પાળીયાદ,ગઢડા,ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસઆરપી સાથે રાખીને ઘર વપરાશના ૨૮૬૦ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.જેમાં ૪૮૬ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ.૧૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.વાણીજ્યક હેતુના તેમજ ઔધોગિક હેતુના ૮૫ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૦૩ જેટલા વીજજોડાણ ગેરરીતી માલુમ પડતા કુલ રૂ.૦૪.૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ,૨૦૨ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી,જેમાં કુલ- ૨૯૪૫ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી ૪૯૦ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૧૩૫ લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે અધિક્ષક ઈજનેરનાં જણાવ્યા જ વીજચોરી ઝડપવાની સધન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોનેબક્ષવામાં નહિ આવે,બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.