ફોજદારી કોર્ટના જજોના બિનવ્યવહારૂ અને ગેરવાબજી વલણને વલણને લઇ વકીલોમાં નારાજગી
- ચીફ મેટ્રો.મેજિ.એ યોગ્ય હૈયાધારણ આપીઅમદાવાદ,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારશહેરની ઘી કાંટા સ્થિત ફોજદારી કોર્ટના જજીસના બિનવ્યવહારૂ અને ગેરવાબજી વલણને લઇ વકીલઆલમમાં છેલ્લા ઘણા સમયથી ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. જેને લઇ મેટ્રોપોલીટન કોર્ટમાં ફરી એકવાર બાર અને બેંચ વચ્ચે ખટરાગ સર્જોયો છે. આજે મેટ્રોપોલીટન કોર્ટના ૫૦૦થી વધુ વકીલો તરફથી એકસંપ થઇ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને વિવિધ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના વલણને લઇ સ્પેસીફિક મુદ્દાસર રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે આ સમગ્ર મામલે ઘટતી કાર્યવાહી કરવાની હૈયાધારણ વકીલોને આપી હતી.૫૦૦થી વધુ વકીલો તરફથી એકસંપ થઇ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને મુદ્દાસર રજૂઆત કરાઇફોજદારી કોર્ટના સેંકડો વકીલો આજે કોર્ટ સંકુલમાં પોતાના પ્રશ્નોની રજૂઆતને લઇ એકત્ર થયા હતા. અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના હોદ્દેદારો અને ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ.સી.કેલ્લા સહિતના પ્રતિનિધિઓના પ્રતિનિધિમંડળ દ્વારા ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને રજૂઆત કરવામાં આવી હતી કે, મેટ્રોપોલીટન કોર્ટના જજીસ દ્વારા ઘણા કેસોમાં બિનવ્યવહારૂ અને ગેરવાજબી અભિગમ અપનાવાયા છે, તેના કારણે વકીલોને તો ભારે હેરાનગતિ થાય છે પરંતુ નિર્દોષ પક્ષકારો બિનજરૂરી હાલાકીનો ભોગ બનતા હોય છે. આ મુદ્દે તેઓએ સંબંધિત મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટને વિનંતી કરવા છતાં આ સમસ્યાઓનું કોઇ નિરાકરણ આવતું નથી.પ્રતિનિધિમંડળ તરફથી ચીફ મેટ્રો.મેજિ.નું ધ્યાન દોરાયું કે, લોકઅદાલતના કેસોના નિકાલમાં પ્રાથમિકતા આપવા રેગ્યુલર કેસો ચલાવાતા નથી, પ્રોહીબીશનના દારૂના સામાન્ય ત્રણ-ચાર લિટરના ગુનામાં રૂ. ૨૫ હજારનો દંડ કરાય છે, જુવેનાઇલ કોર્ટમાં પાર્ટ ટાઇમ સ્ટેનો હોવાથી પાંચ-છ દિવસ બાદ હુકમ થાય છે,બોર્ડમાં મેટરનો નંબર નીકળી ગયો હોય તો પણ વોરંટ કાઢવામાં આવે છે, તપાસનીશ અધિકારી વિરૂધ્ધ કોર્ટ તિરસ્કારની અરજી પર નિર્ણય લેવાતો નથી, ઘણીવાર પોલીસને પ્રોટેકશન અપાય છે અને વકીલોને હેરાન કરાય છે, વકીલોનું માન-સન્માન જળવાતુ નથી. આ સહિતના અનેકવિધ પ્રશ્નોને લઇ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ વકીલો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતાં ચીફ મેટ્રો.મેજિ.એ આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.