બાંધકામની લિફ્ટમાં શ્રમિક ફસાયો : ફાયર બ્રિગેડ દોડી ગયું : જીવ બચ્યો : સામાન્ય ઇજા - At This Time

બાંધકામની લિફ્ટમાં શ્રમિક ફસાયો : ફાયર બ્રિગેડ દોડી ગયું : જીવ બચ્યો : સામાન્ય ઇજા


શહેરમાં બાંધકામની લિફ્ટમાં શ્રમિક ફસાયો હતો જેને પગલે ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. ભારે જહેમત બાદ જીવ બચ્યો હતો પણ સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક ઝૂલા પર બેસી કડિયાકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતા બેલેન્સ ગુમાવ્યું હતું અને આ બનાવ બન્યો હતો.
બનાવની વિસ્તૃત વિગત મુજબ પેલેસ રોડ પર રાજમંદિર પાસે નવા બનતા બિલ્ડીંગની સાઈટમાં આજે સવારે શાંતુ નામનો શ્રમિક ઝૂલા પર બેસી કડિયાકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ચક્કર આવતા તેને બેલેન્સ ગુમાવી દીધું હતું. તે માલ સમાનની હેરફેર માટેની લિફ્ટમાં પટકાયો હતો. અહીં તેણે દોરડું પકડી લેતા ટ્રોલી ઉપર આવી હતી અને શ્રમિક તેમાં ફસાઈ ગયો હતો. બનાવના પગલે અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરના જવાનો અલ્તાફભાઈ રાઉમા, જયસુખભાઈ ધરજીયા, ઇન્દ્રિશભાઈ રાઉમા, પિયુષભાઈ મેર, પ્રહલાદ રાઠોડ, સાગર કુકડીયા, હિમાંશુ મેટાલીયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ શ્રમિક યુવકનું રેસ્ક્યુ કરી ફસાયેલાને બહાર કાઢવા આવ્યો હતો. 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. શ્રમિકના બે આંગળા કપાઈ ગયા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.