શ્રી વી.એમ.સાકરિયા મહિલા કૉલેજ બોટાદ ખાતે વાર્ષિકોત્સવ -2025 ઉજવાયો
(અજય ચૌહાણ)
સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ.સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ તેમજ શ્રી વી.એમ.સાકરિયા મહિલા કોમર્સ કૉલેજ બોટાદમાં તા. 22/03/2025 અને 25/03/2025 એમ બે તબક્કામાં વાર્ષિકોત્સવ-2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં તા.22/03/2025 શનિવારના રોજ ' થનગનાટ ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બન્ને કૉલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.જેમાં લોકનૃત્ય, તલવાબાજી, નાટક, સાંસ્કૃતિક કેટવોક, વુમન એમ્પાયર વગેરે કૃતિઓ ઉત્સાહભેર રજૂ કરવામાં આવી હતી. અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. વાર્ષિકોત્સવના બીજા તબક્કામાં તા.25/03/2025 ના રોજ શૈ.વર્ષ 2024-25 માં શૈક્ષણિક અને શિક્ષણપૂરક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થિનીઓનો ઈનામ વિતરણ, તૃતીય વર્ષના વિદ્યાર્થિનીઓનો શુભેચ્છા સમારંભ તેમજ સેવા નિવૃત્ત કર્મચારીનો વિદાય સમારંભ એમ ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાય હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. અને ચેરી. ટ્રસ્ટના પ્રમુખ પ્રો.એસ.કે.. ધનાણી , મંત્રી શ્રી ડૉ.જે.બી. ચંદ્રાણી, દાતા તેમજ ટ્રસ્ટી હરેશભાઈ સાકરિયા, તક્ષશિલ એજયુ. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડિયા, સ.વ.પ.ના ટ્રસ્ટી હરિકૃષ્ણભાઈ કાકડિયા, કન્યા વિદ્યાલયના આચાર્યા અને સ્ટાફ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ સમૂહ પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ.એ.શારદાબેન પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ.અમીબેન ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થિનીઓને જીવન ઘડતર વિષયક મનનીય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી તેમજ દાતા શ્રી હરેશભાઈ સાકરિયાએ વક્તવ્યમાં પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સ.વ.પ. ટ્રસ્ટ ના પ્રમુખ પ્રા. એસ.કે.ધનાણી પણ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થિનીઓને જીવનલક્ષી શીખ આપી હતી. તક્ષશિલા એજયુ.ના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડિયાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. આજના કાર્યક્રમનો ત્રીજો ઉપક્રમ સેવાનિવૃત્ત થનાર સેવિકા રસીદાબેન શેલતનો સન્માન સમારંભ યોજાયો હતો.જેમાં સન્માનપત્ર, શાલ અને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃત્તિમાં સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થિનીઓને મેડલ, શિલ્ડ અને પ્રમાણપત્ર મહેમાનઓના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં વિદાય લઈ રહેલ સેમ.6ની વિદ્યાર્થિનીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થિની બહેનોએ સુપેરે સંભાળ્યું હતું. કૉલેજનો સમગ્ર સ્ટાફ પરિવાર અને કૉલેજની વિદ્યાર્થિનીઓની બહોળી સંખ્યામાં હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.આભારવિધિ કોમર્સ કૉલેજના ઈ.આચાર્ય જી.બી. રામાવત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ. શારદાબેન પટેલ અને કોમર્સ કૉલેજના ઈ. આચાર્ય જી.બી. રામાવત સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
