ભેસાણના ખૂન કેસમાં એક આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈ ને આજીવન કેદની સજા ફટકારતી વિસાવદર કોર્ટ - At This Time

ભેસાણના ખૂન કેસમાં એક આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈ ને આજીવન કેદની સજા ફટકારતી વિસાવદર કોર્ટ


ભેસાણના ખૂન કેસમાં એક આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈ ને આજીવન કેદની સજા ફટકારતી વિસાવદરકોર્ટસરકારીવકીલવી.એન.માઢકનીધારદારદલીલોવિસાવદર તા.ભેસાણ તાલુકાના નવા વાધણીયા ગામના ખૂન કેસમાં સરકારી વકીલ વી.એન.માઢકનીધારદાર દલીલો ધ્યાને લઇ વિસાવદરના એડી. સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ મુખ્ય આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈ ને આજીવન કેદની સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયેલ હતોઆ અંગેની વિગત એવા પ્રકારની છે કે,ભેસાણ તાલુકાના નવા વાધણીયા ગામના કાળુભાઇ જમાલભાઈ તથા આરોપીઓ જ્ઞાતીની મિટિંગમાં ભેગા થયેલા તેમાં ચાલીસમુ કરવા બાબતે મરણ જનાર કાળુભાઈ જમાલભાઈ વચ્ચે બોલાચાલી થતા આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈએ આ કાળુભાઇ જમાલભાઈને કુંડળી વાળી લાકડી વડે માથાના ભાગે જીવલેણ ઘા કાળુભાઇ જમાલભાઈને મારતા તેનું મૃત્યુ થયેલ જેમાં અન્ય ત્રણ આરોપી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં તપાસના અંતે પોલીસે ચાર્જશીટ કરેલું તે કામમાં ફરિયાદી તથા તેના ભાઈ અને પંચો તથા ડોકટર સાહેદો ને તપાસેલ અને કડીયાળી લાકડી (કુંડલી)વાળી લાકડી ઉપર મરણજનાર નું લોહી આવેલ હોય તે ફોરેન્સિક લેબના પુરાવા તથા તપાસ કરનાર અધિકારીની જુબાની અને વિદ્વાન એડી. પી.પી. વી. એન. માઢક એ એવી દલીલ કરેલ કે ફરીયાદી અને નજરે જોનાર તેના ભાઈને તપાસેલ છે તેઓએ ફરિયાદ હકીકત મુજબની જુબાની આપેલ છે અને પંચો, નકશો બનનાર , ડૉક્ટર અને પોલીસ સાહેદો એ પણ ફરિયાદ હકીકતને સમર્થન આપતી જુબાની આપેલ અને એફ.એસ.એલ. રિપોર્ટ થી પણ કેસ ને સમર્થન મળેલ છે જે દલીલ ને ધ્યાને લઇ વીસાવદર એડી.સેસન્સ કોર્ટે મુખ્ય આરોપી જમાલભાઈ બચુભાઈ સિપાઈને તક્ષીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image