રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાથી પાયલોટ પ્રોજેક્ટનો થશે પ્રારંભ. - At This Time

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાથી પાયલોટ પ્રોજેક્ટનો થશે પ્રારંભ.


રાજકોટ શહેર તા.૧૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ જિલ્લામાં કુપોષણ નિવારણ અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે નવતર પહેલના ભાગરૂપે તા.૧૯/૧/૨૦૨૫ના રોજ લોધિકા ઘટકના ખાંભા ગામથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે. રાજકોટ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતેથી ૬ માસથી ૩ વર્ષના બાળકોને ટેક હોમ રાશન (બાલશક્તિ) ૩ વર્ષથી ૬ વર્ષના બાળકોને પુરક પોષણ આંગણવાડી કેન્દ્ર પર આપવામાં આવે છે. લોધિકા તાલુકાના ૮૮૬ કુપોષિત બાળકોને ૩ મહિના માટે દરરોજ ૧૦૦ એમ.એલ અમુલ મોતી મિલ્ક સાથે ૧૦ ગ્રામ પ્રોટીન પાઉડર આંગણવાડી કેન્દ્ર પરથી આપવામાં આવશે. મંત્રી ભાનુબેનના હસ્તે કુપોષિત બાળકોને અમુલ મોતી મિલ્ક અને સર્ટીફાઈડ પ્રોટીન પાઉડરનું મિશ્રણ પીવડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર આંગણવાડીના બાળકોને સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવશે. તમામ કુપોષિત બાળકો માટે રાજકોટ દૂધ ઉપ્તાદક સંઘ દ્વારા અમુલ મોતી મિલ્કનો જથ્થો અને રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઈમ દ્વારા સર્ટીફાઇડ પ્રોટીન પાઉડરનો જથ્થો ત્રણ માસ માટે વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. તેમના આ પ્રદાન માટે તેમને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે. પ્રોજેક્ટના અમલીકરણ અને મોનીટરીંગની જવાબદારી ICDS શાખા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી નિભાવશે. જેમાં જિલ્લા કક્ષાએથી ICDS શાખા દ્વારા આ પ્રોજેક્ટનું સઘન મોનીટરીંગ કરવામાં આવશે. જે અંતર્ગત NNM સ્ટાફ, મુખ્ય સેવિકા, CDPO તથા THO, RBSK, M.O દ્વારા કુપોષિત બાળકોની ગૃહ મુલાકાત કરી વાલીઓને બાળકની પોષણ સ્થિતિ વિષે સમજણ આપવામાં આવશે. RBSK ની ટીમ દ્વારા તમામ કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને કુપોષિત બાળકોની અલગ ફાઈલ તૈયાર કરવામાં આવશે. આ બાળકનું પ્રથમ માસમાં દર અઠવાડિયે વજન-ઉંચાઈ, ભૂખ પરિક્ષણ કરવામાં આવશે, તેમજ ત્યારબાદ દર ૧૫ દિવસે વજન-ઉંચાઈ અને ભૂખ પરિક્ષણ કરવામાં આવશે. દરેક કુપોષિત બાળકોને ગાઇડલાઇન પ્રમાણે દવા અને સૂક્ષ્મ પોષક તત્વો મળે તે સુનિશ્વિત કરવામાં આવશે. તમામ કુપોષિત બાળકોનું ગાઇડલાઇન અને ઉંમર પ્રમાણે રસીકરણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. તાલુકા હેલ્થ ઓફિસર (THO) સાથે સંકલનથી આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરને સ્ક્રીનીંગ પ્રક્રિયા, ભૂખ પરીક્ષણ અને કાઉન્સેલિંગ જેવા વિષયો પર ક્ષમતાવર્ધન કરશે. તેમજ જરૂર જણાયે અતિ ગંભીર કુપોષિત બાળકોને CMTC/NRC માં દાખલ કરી સારવાર કરવામાં આવશે. આમ, કુપોષણ નિવારણ માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા સમગ્ર વહીવટીતંત્ર કટિબદ્ધતાપૂર્વક કાર્ય કરશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image