હિંમતનગર વિજાપુર હાઇવે મેમન સમાજ વાડી પાસે મહેન્દ્ર પીકપ અને બાઈક વચ્ચે અકસ્માત ત્રણના મોત
હિંમતનગર વિજાપુર હાઇવે મેમન સમાજ વાડી પાસે મહેન્દ્ર પીકપ અને બાઈક વચ્ચે અકસ્માત ત્રણના મોત
મહિન્દ્રા બોલેરો ડાલા નં જીજે ૦૨ ઝેડઝેડ ૫૩૮૬ ના ચાલકે પોતાના કબજાનુ ડાલુ રોંગ સાઇડમાં ચલાવવાથી અકસ્માત થવાનો સંભવ તથા અકસ્માતમાં મૃત્યુ થવાનુ જાણતો હોવા છતાં રોંગ સાઇડમાં પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી લાવી સામેથી આવતી પલ્સર મો.સા.નં.આરજે ૧૨ જેએસ ૭૯૯૩ ને ટક્કર મારી અકસ્માત કરી મો.સા.માં બેસેલ જીવનપ્રકાશ જયંતિલાલ ખચડી ઉ.વ.૨૦ તથા કાંન્તીલાલ સુખલાલ ખરાડી ઉ.વ.૨૦ બંન્ને રહે.ઘોડાખરા તા.જોથરી જી.ડુંગરપુર નાઓને શરીરે અલગ અલગ જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા રાજેન્દ્ર ઉર્ફે રાજેશભાઈ ધુલજીભાઈ ડીંડોર ઉ.વ.૧૮ રહે. પગારા ફલા મારગીયા તા. જોથરી જી.ડુંગરપુરને શરીરે અલગ અલગ જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નિપજાવી પોતાના
કબજાનુ ડાલુ સ્થળ ઉપર મુકી નાસી જઈ ગુન્હો કર્યાની હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
એડિટર ઝાકીર હુસેન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.