બોટાદના આસ્થા સ્નેહનું ઘર મનો દિવ્યાંગ સંસ્થામાં જૈન સંતો મહંતોએ પધરામણી કરી માંગલિક પાઠવ્યું - At This Time

બોટાદના આસ્થા સ્નેહનું ઘર મનો દિવ્યાંગ સંસ્થામાં જૈન સંતો મહંતોએ પધરામણી કરી માંગલિક પાઠવ્યું


બોટાદના આસ્થા સ્નેહનું ઘર મનો દિવ્યાંગ સંસ્થામાં જૈન સંતો મહંતોએ પધરામણી કરી માંગલિક પાઠવ્યું

જૈન મહંતો શ્રી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય મનમોહન સૂરીશ્વરજી તથા આચાર્યદેવશ્રી વિજય હેમપ્રભ સૂરીશ્વરજીએ આસ્થા સ્નેહનું ઘરમાં આશીર્વાદ પાઠવ્યા

બોટાદ જીલ્લામાં મનો દિવ્યાંગ તાલીમાર્થીઓને સ્પેશ્યલ એજ્યુકેશન માટે કાર્યરત આસ્થા સંસ્થાના સ્નેહનું ઘર મનો દિવ્યાંગ બાળકોની સંસ્થામાં જૈન મહંતો આચાર્યદેવ વિજય મનમોહન સૂરીશ્વરજી તથા આચાર્યદેવ વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા ગુરુ ભગવંતઓ આશીર્વાદ આપવા માટે પધારેલ.જૈન મહંતો ગુરુજનો દ્વારા સંસ્થામાં અભ્યાસ કરતા મનો દિવ્યાંગ બાળકો અને તે માટેની વિશેષ શૈક્ષણિક પ્રવૃતિઓ વિષે માહિતી મેળવી દિવ્યાંગ બાળકોના વિકાસ માટે આશીર્વાદ પાઠવેલ.આ તકે સંસ્થાના સંચાલક ટીમને માંગલિક પાઠવી આસ્થા સ્નેહનું ઘર દિવ્યાંગ સેવા કાર્યમાં રૂ.એકવીસ હજાર પુરા અનુદાન જાહેર કરેલ.જૈન સંતોની પધરામણીમાં બોટાદના શ્રેષ્ઠીઓ વિજયભાઈ બારભાયા,કેતનભાઈ બારભાયા,મહાસુખભાઈ બારભાયા,સુધીરભાઈ શાહ(વકીલ),અતુલભાઈ(મંગલમૂર્તિ ઇન્ડસ્ટ્રીઝ),કલ્પેશભાઈ ગાંઘી તથા લાલજીભાઈ કળથીયા ઉપસ્થિત રહેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.