રાપર ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળા અને સંકલ્પ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
રાપર કોળી ઠાકોર સમાજવાડી ખાતે આજે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા “International Year Of Millet-2023” મિલેટ ડેવલપમેન્ટ” યોજના અંતર્ગત ભારત સરકારના વિઝનને ધ્યાને લઈ ખેડૂતોને મિલેટસનું વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી “International Year Of Millet-2023” તાલુકાકક્ષાનો કૃષિ મેળા અને સંકલ્પ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી .
“તાલુકા કક્ષાનો કૃષિ મેળા અને સંકલ્પ સપ્તાહની ઉજવણી” કાર્યક્રમમાં રાપર તાલુકાનાં ખેતી કરતા ખેડૂતોને ખેતી અંતર્ગત માહિતી તેમજ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી નવી ટેકનૉલોજી તથા નવી પાકની જાતો અંગે માર્ગદર્શન અપાયું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા મામલતદારશ્રી કે.આર.ચૌધરી, મદદનીશ ખેતીવાડી નિયામકશ્રી એસ.જે.પટેલ, શ્રી એમ.વી પટેલ, સાગર પરમાર, શ્રી કુસુમબેન મકવાણા, શ્રી મનોજ સોલંકી, શ્રી ગિરીશ રાઠોડ , શ્રી એસ.જે.પટેલ, શ્રી હમીરજી સોઢા, શ્રી કિશોર મહેશ્વરી, શ્રી કાનજીભાઈ ગોહિલ, શ્રી નશાભાઇ દૈયા ડાયાલાલ ચાવડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી મોઢેરા તથા આઇસીડીએસ મિશન મંગલમ વિભાગના અધિકારીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતો માટેનો વર્કશોપ તથા જુદી જુદી યોજનાઓ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.