જેમાં તેઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા ધજા પૂજા વિધિ કરી પાદુકા પૂજા વિધિ કરી ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત દ્વારા સ્થાપવામાં આવેલ કાનુની સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં - At This Time

જેમાં તેઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા ધજા પૂજા વિધિ કરી પાદુકા પૂજા વિધિ કરી ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત દ્વારા સ્થાપવામાં આવેલ કાનુની સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં


*નામદાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ દ્વારકા ખાતે આવેલ શ્રીજગત મંદિર ખાતે રાજાધિરાજ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા, ધજા પૂજન કર્યું, પાદુકા પૂજન કરી DLSA દેવભૂમિ દ્વારકા દ્વારા સ્થાપવામાં આવેલ કાનૂની સહાય કેન્દ્રની મુલાકાત લઈ DLSA , દેવભૂમિ દ્વારકા દ્વારા કાનૂની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસો ની પ્રશંસા કરી*

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા)ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન નીચે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકાના શ્રી જગત મંદિર ખાતે હજારોની સંખ્યામાં આવતા દર્શનાથીઓને કાનૂની સહાય મળી રહે અને લોકોમાં કાનૂની જાગૃતિ આવે તે માટે કાનૂની સહાયતા કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવેલ છે.

જે કાનૂની સહાયતા કેન્દ્રની તારીખ ૦૭/૦૧/૨૦૨૪ ના રોજ ભારત ની નામદાર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી ડૉ. ડી.વાય.ચંદ્રચૂડ સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

જેમાં તેઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા ધજા પૂજા વિધિ કરી પાદુકા પૂજા વિધિ કરી ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત દ્વારા સ્થાપવામાં આવેલ કાનુની સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ ની નોંધ લઇ તેમની ખાસ પ્રશંસા કરી.

આ તકે તેઓ ની સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટીસ શ્રી એમ.આર. મેંગડે સાહેબ, દેવભૂમિ દ્વારકા ના ડીસ્ટ્રીક્ટ જ્જ સાહેબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન શ્રી એસ.વી.વ્યાસ સાહેબ, નામદાર ગુજરાત હાઇકોર્ટ ના જ્યુડીશીયલ બ્રાન્ચ રજિસ્ટ્રાર શ્રી એસ.ડી. સુથાર સાહેબ, જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી. ધાનાણી સાહેબ, એસ.પી.શ્રી નિતેશ પાંડેય સાહેબ, ડી.એલ એસ.એ. સેક્રેટરીશ્રી, એ.એસ.પી. રાઘવ જૈન, પ્રાંત અધિકારીશ્રી ભગોરા સાહેબ, મંદિર સુરક્ષાના ડીવાયએસપી શ્રી શારડા સાહેબ, તથા ડિસ્ટ્રીક કોર્ટ ના પ્રોટોકોલ ઓફિસર,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના કર્મચારીશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ ના કર્મચારી તથા પી.એલ.વી. શ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય સોનગરા દેવભૂમિ દ્વારકા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.