ઝાલોદ પોલીસનું કાયદા વિરુદ્ધ કૃત્યઃનિર્દોષને ૧૨ કલાક લૉકઅપમાં ગોંધી રાખતા તપાસનો વિષય
પોલીસ વડાને લેખિતમાં અરજી આપવામાં આવી
ઝાલોદ પોલીસનું કાયદા વિરુદ્ધ કૃત્યઃનિર્દોષને ૧૨ કલાક લૉકઅપમાં ગોંધી રાખતા તપાસનો વિષય
પોલીસ કર્મીએ ભૂલ થઈ ગઈ એમ કહી ઉડાઉ જવાબ આપ્યો આ બાબતે ભોગ બનનારે પોલીસ વડાને લેખિતમાં અરજી કરી
ઝાલોદ પોલીસ દ્વારા કાયદા વિરુદ્ધ જઈ અને મનસ્વી વર્તન કરી નિર્દોષ નાગરિકને હેરાન કરતા, નાગરિક દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામના કલ્પેશ ભલાભાઈ ભાભોરને ઝાલોદ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓએ ફરિયાદ આવી હોવાથી ઝાલોદ પોલીસ સ્ટેશને હાજર થવાનું જણાવ્યું હતું. કલ્પેશને પોલીસ વાનમાં જ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં કોઈ ગુન્હાની કે
અન્ય કઈ પણ જાણ કર્યા વગર તેમને રાત્રિના ૯ થી સવાર ના ૯ સુધી લોક અપમાં રાખ્યો હતો. અને જવાબદાર અધિકારી સાથે વાત કે મુલાકાત પણ કરવા દીધી નહોતી. વહેલી સવારે કલ્પેશના પરિવાર મુલાકાત માટે આવતા કલ્પેશભાઈને કોઈ પણ લખાણ કે જામીન વગર જ મુકત કરી દેવાતા પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલ ઉઠવા પામ્યા.પોલીસ કર્મી દ્વારા પોતાની ભૂલ થઈ ગઈ એમ કહી ઉડાઉ જવાબ આપવામાં આવતા અને પોલીસે નિર્દોષ નાગરિક ને ૧૨ કલાક સુધી ગોંધી રાખી અને શારીરિક તથા માનસિક ત્રાસ આપ્યો હોવા અંગેની અરજ પોલીસ વડાને કરવામાં આવી હતી.ત્યારે આવા બેફામ પોલીસ કર્મચારીઓ સામે કડકમા કડક પઞલા ભરવા માંગ ઉઠવા પામી
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
