વિનાયક વિધાલય મલેકપુરમા ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકમાં આવેલ વિનાયક વિધાલયમા અભ્યાસ કરતા ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો હતો. પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી અને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ધો. ૮ના દરેક વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય નરેશભાઈ વણકરે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા તેમના સંસ્કારો જાળવી રાખે અને જીવનમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. બાળકોએ ધો. ૧ થી ૮ સુધી મેળવેલા તેમના અનુભવો રજુ કર્યા હતા. શાળા પરિવાર વતી તેમના ઉજજવળ ભવિષ્ય માટે આશીર્વચનો આપ્યા હતા. અંતે ધો. ૭ના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજુ કરી કાર્યક્રમની પૂણૉહુતિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામા ફરજ બજાવતા સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ હતું.જયારે શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
