આજી જીઆઇડીસીમાં કારખાનામાં સગીરા પાસે બાળમજુરી કરાવાતી’તી - At This Time

આજી જીઆઇડીસીમાં કારખાનામાં સગીરા પાસે બાળમજુરી કરાવાતી’તી


આજી જીઆઇડીસી પાસે મેલ્ટેક ચોક નજીક આવેલા ભાવેશ ગ્લાસ હાઉસ નામના કારખાનામાં શ્રમ વિભાગની ટીમ પોલીસને સાથે રાખી અહીં તપાસ કરતા સગીરવયની બાળ શ્રમિક મળી આવી હતી.જેથી તેને મુક્ત કરાવી કારખાનેદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ આજી જીઆઇડીસી મેલ્ટેક ચોક નજીક ભાવેશ ગ્લાસ હાઉસ નામના કારખાનામાં બાળમજૂરી કરવામાં આવતી હોવાની માહિતી શ્રમ વિભાગને મળતા શ્રમ અધિકારી અધિકારી એમ.પી.જોષીના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસ અને શી ટીમને સાથે રાખી અહીં ભાવેશ ગ્લાસ નામના કારખાનામાં તપાસ કરવામાં આવી હતી.
અહીં એક સગીરા પાસે બાળમજુરી કરવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે મૂળ બિહારની વતની આ સગીરાને મુકત કરાવી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં તેને મોકલી કારખાનેદાર સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.