વિસાવદર કોર્ટના સ્ટાફરજિસ્ટ્રાર,કલાર્ક,બેલીફ,પટાવાળા માટે રહેવાના ક્વાર્ટર બનાવવા જગ્યા ફાળવી ક્વાર્ટર બનાવવા ટિમ ગબ્બરની માંગ - At This Time

વિસાવદર કોર્ટના સ્ટાફરજિસ્ટ્રાર,કલાર્ક,બેલીફ,પટાવાળા માટે રહેવાના ક્વાર્ટર બનાવવા જગ્યા ફાળવી ક્વાર્ટર બનાવવા ટિમ ગબ્બરની માંગ


વિસાવદર કોર્ટના સ્ટાફરજિસ્ટ્રાર,કલાર્ક,બેલીફ,પટાવાળા માટે રહેવાના ક્વાર્ટર બનાવવા જગ્યા ફાળવી ક્વાર્ટર બનાવવા ટિમ ગબ્બરની માંગટીમગબ્બર ગુજરાતના કાંતિ.એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઈજોશીદ્વારામુખ્યમંત્રી,કાયદામંત્રી,સચિવ,આર.એન્ડ બી ( સ્ટેટ) કાર્યપાલક ઇજનેર, આર એંડ બી ડિપાર્ટમેંટ(સ્ટેટ)
જુનાગઢ વિગેરેને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે,વિસાવદરમાં આશરે ૧૦૦ વર્ષ ઉપરાંતથી કોર્ટ આવેલ છે પરંતુ આજદિન સુધી કોર્ટ સ્ટાફ માટે રહેવાના ક્વાર્ટર નથી કે આજદિન સુધી આ બાબતની કોઈ જગ્યા કે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી આઝાદીને વર્ષો વીતી ગયા છતાં કોર્ટ કર્મચારીઓ માટે જ ક્વાર્ટર બનાવવામાં આવેલ નથી હાલ વિસાવદરમાં બે બે કોર્ટ કાર્યરત છે સ્ટાફ છે પરંતુ રહેવા માટે ઘર નથી ત્યારે આ સંવેદનશીલ સરકાર પાસે કોર્ટના કર્મચારીઓની પણ અપેક્ષા હોય તેથી જુદી જુદી કેટેગીરીના સ્ટાફ મુજબ તથા કાયદા વિભાગની ગાઈડલાઈન મુજબ અને જરૂરિયાત મુજબની જગ્યાની ફાળવણી કરી નવા સ્ટાફ ક્વાર્ટર ફાળવવા અમારી ટિમ ગબ્બરની માંગ છે. ટીમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ અમારી આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથેરજુવાત ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image