મુંબઈ થી હાવડા વાયા વાપી, વલસાડ નવી હોલી સ્પેશિયલ ટ્રેન ૦૮૮૪૪/૪૩ શરૂ થતાં બંગાળી સમાજના લોકોમાં ખુશીનો માહોલ. - At This Time

મુંબઈ થી હાવડા વાયા વાપી, વલસાડ નવી હોલી સ્પેશિયલ ટ્રેન ૦૮૮૪૪/૪૩ શરૂ થતાં બંગાળી સમાજના લોકોમાં ખુશીનો માહોલ.


બંગાળી સમાજના આવતા નવા વર્ષ ની ભેટ સ્વરૂપે પશ્ચિમ રેલ્વે ટ્રેનના સ્વરૂપે મળેલ નવી ટ્રેન નજરાણું કે ભેટ ચોકકસ કહી શકાય,

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલ્વે તરફથી તારીખ ૨૭ માર્ચ ૨૦૨૪ ના રોજ હોલી સ્પેશિયલ ટ્રેન નંબર ૦૮૮૪૪/૪૩ મુંબઈ થી વાયા વાપી, વલસાડ હાવડા સુંધી નવી ટ્રેન શરૂ કરવામાં આવેલ છે, આ હોલી સ્પેશિયલ ટ્રેને મુંબઈથી ઉપરોકત જણાવેલ તારીખે રૂટ મુજબ પ્રયાણ કર્યું હતું આ ટ્રેન ને વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપેજ જાહેર કરવામાં આવતા બંગાળી સમાજના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ બંગાળી સમાજ માટે ઐતિહાસિક દિવસ તરીકે ખુશીઓ સાથે મનાવવામાં આવ્યો હતો,

મુંબઈ થી હાવડા વાયા વાપી, વલસાડ નવી હોલી સ્પેશિયલ ટ્રેન વાપી અને વલસાડ પ્લેટફોર્મ પર આગમન સમયે બંગાળી સમાજના અગ્રણી મહાનુભાવો અને મહિલાઓ બંગાળના પરંપરાગત પોશાકમાં એટલે કે સફેદ અને લાલ સાડી નો ખાસ પહેરવેશ ધારણ કરી ઉપસ્થિત રહ્યા હતા,

મુંબઈ થી હાવડા વાયા વાપી, વલસાડ નવી હોલી સ્પેશિયલ ટ્રેન વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર આગમન સમયે બંગાળી સમાજના તમામ લોકો માટે આ શુભકાર્ય ગણાવ્યું હતું અને બંગાળી સંસ્કૃતિ અને પરંપરા મુજબ શંખનાદ સાથે ચંદન તિલક કરી ટ્રેન ચાલક એટલે કે ( લોકો પાયલોટ ) નું ભવ્ય સ્વાગત કરી બંગાળી સમાજની સંસ્કૃતિને કાયમ રાખી હતી,

આ ટ્રેન ના આગમન સમયે વધામણાં કરવા વલસાડના બંગાળી સમાજનાના મા.ડી.કે. ભટ્ટાચાર્યજી,મા.દત્તાજી જે પોતે રેલ્વે વિભાગ માં ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, તેમના પત્ની સુનીતાજી બંગાળી સંસ્કૃતિના ભાગરૂપે બંગાળી પહેરવેશમાં તેમની હાજર રહ્યા હતા સાથે સાથે બંગાળી સમાજના છાયા ભટ્ટાચાર્યજી સાથે શ્રીમતી બીના કોલે, સીમા ભટ્ટાચાર્ય, નૌતમ ભટ્ટાચાર્ય, શ્રીમતી શીખ્યા ગોસ્વામી, શ્રી માયતીજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,

ખાસ કરીને ઉમરગામ,વાપી અને વલસાડ જિલ્લા ના અનેક વિસ્તારમાં બંગાળી લોકોએ આ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે વાપી અને વલસાડના બંગાળી લોકો લાંબા સમયથી હાવડા તરફની સીધી ટ્રેનની માંગ પણ હતી,આ ટ્રેન નંબર ૦૮૮૪૪ ને બંગાળી સમાજ ના લોકો તરફથી આવનારા સમયમાં આ હોલિ સ્પેશિયલ ટ્રેન નિયમિત શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે,આ ટ્રેન શરૂ થતાં બંગાળી સમાજના લોકોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો,

આ ટ્રેન શરૂ થતાં મહારાષ્ટ્ર થી ગુજરાત અને હાવડા સુધી ત્રણ રાજ્યોના લોકોને નિયમિત સીધો વેપાર મળે તો અર્થવ્યવસ્થાને દ્રઢ અને મજબૂત કરવાની સકારાત્મક તક પણ ચોકકસ કહી શકાય.

Report by Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.