ભાવનગર રેલવે ડિવિઝનમાં 'વિજિલન્સ અવેરનેસ વીક' ઝુંબેશ નો પ્રારંભ - At This Time

ભાવનગર રેલવે ડિવિઝનમાં ‘વિજિલન્સ અવેરનેસ વીક’ ઝુંબેશ નો પ્રારંભ


ભાવનગર રેલવે ડિવિઝનમાં 'વિજિલન્સ અવેરનેસ વીક' ઝુંબેશ નો પ્રારંભપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 30.10.2023 થી 05.11.2023 દરમિયાન 'વિજિલન્સ અવેરનેસ વીક' ઝુંબેશ મનાવવામાં આવી રહી છે. આ વર્ષની આ ઝુંબેશની થીમ છે “ભ્રષ્ટાચારનો પ્રતિકાર કરો, રાષ્ટ્રને સમર્પિત રહો” જેનો મહત્વનો ઉદ્દેશ્ય વ્યવસ્થા અને પ્રક્રિયાને એવી રીતે સુધારવાનો છે કે જેથી ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાય આ કાર્યક્રમ અંતર્ગત આજે ભાવનગર ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્યા હતા અને તેઓને પોતાના કામમાં પારદર્શકતા રાખવા અને સમયસર કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર ડિવિઝનના શાખાના અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ અને ટ્રેડ યુનિયનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શપથ લીધા હતાતેવુંમાશૂક અહમદવરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલદ્વારા અખબાર યાદીમાં જણાવેલ હતું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.