Jetpur Palika Election 2025: 30 વર્ષથી નવાગઢ ગ્રામ પંચાયતનો વિસ્તાર વિકાસથી વંચિત
તા...15/02/2025
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME
જેતપુર નવાગઢ નગરપાલિકા સહિત રાજ્યભરમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે જેતપુરમાં વર્ષ 1995-96માં નવાગઢ ગ્રામ પંચાયતનું જેતપુર નગરપાલિકામાં વિલીનીકરણ થયા બાદ નવાગઢ ગણાતા વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં મતદારો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે શું છે નવાગઢ વિસ્તારના મતદારોની સમસ્યા જોઈએ આ સ્પેશિયલ રીપોર્ટમાં.
ભૂગર્ભ ગટરના કામો હજુ પણ અધૂરા
જેતપુર નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે નવાગઢ ગ્રામ પંચાયત જેતપુર નગરપાલિકામાં વિલીનીકરણ થતાં જેતપુર નગરપાલિકાનું નામ જેતપુર નવાગઢ નગરપાલિકા કરવામાં આવ્યું છે. ત્યારથી લઈને આજ દિન સુધી નવાગઢના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ભૂગર્વ ગટર, પાણી, સાફ સફાઈ જેવી પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના સ્થાનિક મતદારો આક્ષેપ કરી રહ્યા છે. નવાગઢમાં સુવિધાના કામોની વાત કરીએ તો ભૂગર્ભ ગટરના કામો હજુ અધૂરા છે, ગટરો ખુલી જોવા મળી રહી છે અને જ્યાં ભૂગર્ભ ગટર છે, ત્યાં ભૂગર્ભની ટેન્કમાંથી પાણી છલ્લી બહાર રસ્તા પર વહેતા જોવા મળે છે.
કોઈ પણ પક્ષ કે ઉમેદવારો માત્ર વાયદાઓ કરે છે અને જીત બાદ સામે પણ જોતા નથી: સ્થાનિકો
જેનાથી ગંદકીની પણ અનહદ સમસ્યા થાય છે, ઉપરથી અહીં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી, ડોર ટૂ ડોર કચરાની ગાડી અંદર શેરીઓમાં આવતી નથી, ગાડી માત્ર મુખ્ય રોડ ઉપર આવીને જતી રહેતી હોવાથી જ્યાં ત્યાં કચરાના ઢગ પણ જોવા મળે છે, પાણી વિતરણમાં પ્રથમ 15 મિનિટ તો ડહોળું અને દુર્ગંધ મારતું પાણી જ નળમાંથી આવે છે. જ્યારે પણ સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હોય છે, ત્યારે કોઈ પણ પક્ષ કે ઉમેદવારો માત્ર વાયદાઓ કરીને જતા રહેતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા હતા, આ સ્લમ વિસ્તારમાં વિકાસના કામો ન થતાં લોકોમાં એક રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિકો દ્વારા તમામ પ્રકારના ટેક્સ પણ ભરવામાં આવી રહ્યા છે, તેમ છતાં પણ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી આક્રોશ ઠાલવ્યો હતો.
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
