રાજકોટ મહાનગરપાલિકાની ૩૬૪ આંગણવાડીઓ ખાતે “પોષણ પખવાડિયા” કાર્યક્રમની ઉજવણી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકાની ૩૬૪ આંગણવાડીઓ ખાતે “પોષણ પખવાડિયા” કાર્યક્રમની ઉજવણી.


રાજકોટ શહેર તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત અભિગમને સિદ્ધ કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ૩૬૪ આંગણવાડીઓ ખાતે “પોષણ પખવાડિયા” વર્ષ-૨૦૨૫-૨૬ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. તેમજ વેસ્ટ ઝોન ઘટકના વોર્ડ નંબર-૧૨ના આંગણવાડી કેન્દ્રમાં પોષણ પખવાડિયા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમમાં પોષણનું મહત્વ અને વિવિધ વાનગીની દર્શન તેમજ પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ તેમજ c-mam મોડ્યુલ દ્વારા કુપોષણ મુક્ત કાર્યક્રમ તેમજ પોષણ ટ્રેકરમાં સ્વયં નોંધણી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. બાળકોને સ્વસ્થ જીવન શૈલીની સમજણ આપવામાં આવી. વોર્ડનં.૧૨માં પૂર્વ મેયર ડૉ.પ્રદિપ ડવ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈની ઉપસ્થિતિમાં ICDS વિભાગમાં પોષણ પખવાડિયા અંતર્ગત બાલદીનની ઉજવણી કરવામાં આવી. વેસ્ટ ઝોન વોર્ડનં-૧૨ ખાતે આયોજિત પોષણ પખવાડિયા કાર્યક્રમમાં પૂર્વ મેયર ડૉ.પ્રદીપ ડવ, કોર્પોરેટર મિતલબેન લાઠીયા અને મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન હરસોડા તેમજ ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ, CDPO અનસૂયાબેન ભેસદડિયા, મુખ્યસેવિકા અને ICDS અર્બન અને ઘટકના તમામ સ્ટાફ હાજર રહી પોષણ પખવાડિયા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. પૂર્વ મેયર ડૉ.પ્રદીપ ડવ દ્વારા ૬ માસ પૂર્ણ થયેલ બાળકને અન્નપ્રાસન કરવામાં આવ્યું તેમજ સગર્ભા માતાનું શ્રીમંત વિધિ કરવામાં આવેલ તેમજ એપ્રિલ મહિનામાં આવતા બાળકના જન્મદિવસની ઉજવણી બાલ શક્તિની કેક બનાવી કેક કાપવામાં આવેલ અને ટેક હોમ રાશનનું મહત્વ સમજવામાં આવેલ છ. પોષણ પખવાડિયા અંતર્ગત THR તેમજ મિલેટ્સમાંથી બનતી વાનગીનું નિદર્શન આજરોજ કરવામાં આવેલ તેમજ કિશોરીઓને સરગવાનું મહત્વ તેમજ રોજિંદા જીવનમાં તેમના ઉપયોગ વિષે વધુ માહિતી આપવામાં આવી હતી. બાળ દિન નિમિત્તે બાળમેળો અને ગ્રાન્ડસ પેરેન્ટ્સડેની ઉજવણી પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરના અધ્યક્ષ સ્થાને તમામ શાખા અધિકારીની મિટિંગમાં પોષણ પખવાડા ઉજવણી અંતર્ગત તમામ અધિકારીઓને પોષણ શપથ ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસર દ્વારા લેવડાવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image