બોટાદ ખાતે સમગ્ર ગુજરાત મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ - At This Time

બોટાદ ખાતે સમગ્ર ગુજરાત મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ


બોટાદ ખાતે સમગ્ર ગુજરાત મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનોની બેઠક યોજાઇ

બોટાદ શહેરના ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલા સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ ના હોલ ખાતે આજે સમગ્ર ગુજરાત મુસ્લિમ ઘાંચી સમાજ ના અગ્રણીઓ દ્વારા બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ઘાંચી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી કારોબારી સભ્ય તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમા બોટાદ ખાતે કાળુભાઇ ઉસ્માનભાઈ પાધરસી જે ઓનું લાંબી સારવાર બાદ મુત્યુ પામ્યા હતા તેમને સાત્વનાં આપવામાં આવી.તેમજ બોટાદ ખાતે કૃષ્ણ સાગર તળાવ માં પાંચ સગીર બાળકો ડૂબી જતાં મુત્યુ પામ્યા હતાં તેનો શૌક વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં સંગઠન હજી વધુ મજબૂત બને એવા સમાજ આગેવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતાં.સમસ્ત મુસ્લિમ સમાજના વકીલો, શિક્ષણક્ષેત્રે જોડાયેલ લોકો,ડોકટરો,વિવિધ તજજ્ઞ તથા બુદ્ધિજીવી લોકોનો સમાજ હિતમાં ઉપયોગ થાય તથા માર્ગદર્શન મળે તે માટે એક મંચ પર લાવીને આગળ ના કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી.આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી કે સમસ્ત મુસ્લિમ સમાજ માટે એક બીજા ને મદદરૂપ થવા પ્રમુખ દ્વારા વધુમાં જણાવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજના પ્રમુખ આગેવાનો તેમજ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

Report,Ashraf jangad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image