ગ્રાહક સુરક્ષા - ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ના પ્રમુખ સુચિત્રા પાલ અમદાવાદમાં ગ્રાહક છેતરતી કંપની જાગતા કરે છે એક ફાઇનાન્સ કંપની દ્વારા ઉઘરાણી કરી ગ્રાહક ને માનસિક ત્રાસ આપો... - At This Time

ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ ના પ્રમુખ સુચિત્રા પાલ અમદાવાદમાં ગ્રાહક છેતરતી કંપની જાગતા કરે છે એક ફાઇનાન્સ કંપની દ્વારા ઉઘરાણી કરી ગ્રાહક ને માનસિક ત્રાસ આપો…


સરકાર શ્રી દ્વારા સામાન્ય માણસોને વાયદા અને વચન મુજબ ઘરનું ઘર આપવામાં આવે છે. જ્યારે ખાનગી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીઓ હાઉસ લોન તો આપે છે. પરંતુ બાદમાં સરકારે આપેલું ઘર છીનવાઈ જાય તેવા પગલાં લે છે. ફાઇનાન્સ કંપનીઓ લોન લેનાર ગ્રાહકોને ખૂબ જ ઊંચા વ્યાજ દરે હાઉસિંગ લોન આપે છે.તથા હાઉસિંગ લોનની સાથો સાથ વીમો આપી લોન લેનાર વ્યક્તિના પરિવારને તેમજ લોનની રકમને વીમાંથી સુરક્ષિત કરવાના પણ હોય છે.
મકાન માટે લોનની સાથે લોકો વીમો પણ ઉતરાવતા હોય છે. જેથી મકાનના લોનના હપ્તા ભરવાના સમય દરમિયાન લોનધારકનૂ મૃત્યુ થાય તો મા કંપની તરફથી ક્લેમ ચૂકવવામાં આવે તો તે રકમ છે મકાનની બાકી રહેતી રકમ ચૂકવાઇ જાય. અને મૃતકના પરિવારને આર્થિક બોજો ના આવે કે, પછી લોન ભરપાઈ નહીં થઈ શકવાના કારણે મકાન જતું કરવાની પરિસ્થિતિ ના સર્જાય.
પરંતુ ખાનગી ફાઈનાન્સ કંપની ઓ વીમા ઇન્સ્યોરન્સ માં પોલિસી હોલ્ડર હોવા છતાં લોન ધારકનૂ મૃત્યુ થયા પછી વીમા કંપની પાસેથી વીમાં લાભ લેવાને બદલે લોન ધારક ના પરિવારને લોનની બાકી રકમ ચૂકવવા માટે હેરાન પરેશાન કરે છે. અને સરફેસિ એક્ટ નો( sarfaesi act- securitization and Reconstruction of Financial Assets and Enforcement of security interest Act-2002 ) દૂર ઉપયોગ કરી ઘર છીનવી લે છે.
જણાવે છે કે આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને અન્ય અનેક સહકારી બેંકો ફાઇનાન્સ કંપની સામે કોરોના મહામારી બાદ આવા અનેક કિસ્સાઓ સામે આવેલ છે જેમાં લોન ધારકે લોનની સાથે વીમો પણ લીધેલ છે અને વીમા માં પોલિસી હોલ્ડર તરીકે સહકારી બેંકો કે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને રાખેલ છે પરંતુ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ લોન લેનારના મૃત્યુ બાદ બાકી રકમ લેવા માટે વીમા કંપની પાસે જતા નથી અને પોલીસી બાબતે પરિવારને જાણકારી પણ આપતા નથી વીમો ચાલુ હોવા છતાં પણ વિમેદારના મૃત્યુ બાદ દાવો ચૂકવવો ના પડે તે માટે વાહીયાત કારણો આપી પોલીસી ઘણા લાંબા સમય બાદ ઘણા કિસ્સામાં તો વિમેદારના મૃત્યુ બાદ કેન્સલ કરતા હોવાનું રેકોર્ડ ઉપર ધ્યાનમાં આવેલ છે એ કહેવું ખોટું નથી કે ફાઇનાન્સ કંપનીઓ વીમા કંપનીઓને બચાવવા પોલીસી છુપાવે છે અને મૃતક લોનધારકના પરિવારને ઘર વગરના કરે છે
આવો એક કિસ્સો ગીતાબેન રાઠોડ સાથે આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા થયેલ છેતરપિંડીનો ધ્યાને આવેલ છે ગીતાબેન રાઠોડ ના પતિ નરેશ એમ રાઠોડ એ જીવિત અવસ્થામાં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કંપની પાસેથી ઘર ખરીદવા માટે રૂપિયા 20 લાખ 34,000 688 રૂપિયા ની રકમની લોન લીધેલ હતી તે સાથે dhfl primerica લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ ની પોલીસી તેમજ gi રેસીડેન્સીયલ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલા હતા જે પોલીસીના પોલિસી હોલ્ડર આધાર હાઉસિંગ લિમિટેડ પોતે છે
આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ જ્યારે પોતે પોલિસી હોલ્ડર હોય ત્યારે લોનધારકના મૃત્યુ પછી બાકી રહેતી રકમ માટે વીમા કંપની પાસેથી વસૂલ લેવાને બદલે મૃતક નરેશ એમ રાઠોડના વિધવા પત્ની ગીતાબેન રાઠોડને પરેશાન કરે છે અને વિવિધ કોર્ટમાં કાનૂની પ્રક્રિયા ચાલુ હોવા છતાં પણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટને અંધારામાં રાખી સરફેસી એક્ટનો ગેરલાભ લઈ વિધવા ગીતાબેન પાસેથી ઘર છીનવી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.