વિરપુર ખાતે ડો બાબાસાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ….
૧૪ એપ્રિલ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નતમસ્તક પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી...
વિરપુર ખાતે ડૉ. ભીમરાવ આંબેડકર ભવન ના નિમ સ્થળેથી શોભાયાત્રા નીકળી મામલતદાર કચેરી થઇ માનવ સેવા મંદિર થઇ સી એમ દેસાઈ હાઈસ્કૂલ થઇ મુકેશ્વર મંદિર થઇ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા એ શોભાયાત્રા પૂર્ણ કરી, ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત સમાજ ના અગ્રણીઓ યુવાનો અને મહિલાઓ એ જય ભીમ ના નારા લગાવ્યા.
ડૉ. ભીમરાવ આંબેડકર ને વિશ્વ રત્ન બોધિ સત્વ મહિલાઓ,ગરીબો પીડિતો, વંચિતો ના મહામાનવ, તત્ત્વ ચિંતક અને ભારત દેશના તમામ સમાજના લોકોના ઉધ્ધારક અને બંધારણ ના ઘડવૈયા તરીકે સમગ્ર દેશ ભરમાં નામ ગુંજે છે ત્યારે ભારત ના બંધારણમાં પ્રણેતા એવા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પ વર્ષા કરી નતમસ્તક નમન કરી અંત પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો,સમસ્ત અનુસૂચિત જાતિ ના અગ્રણીઓ દ્વારા સમાજને સંદેશ આપતાં જણાવ્યું કે સમાજ સંગઠિત રહે એક રહે નેક રહે ના સૂત્ર ને સાર્થક કરીયે તેવો પણ સંદેશ આપવામાં આવ્યો, આ કાર્યક્રમ અનુસૂચિત સમાજના સંગઠનો દ્વારા વાજતે ગાજતે ઉજવણી કરવામાં આવી..
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
