દેગામ મહેર સમાજ ખાતે ધુળેટી ના ત્રીજા પડવે માનવ મહેરામણ ઉભરાયું રાસ ગરબાની રમઝટ બોલી
મહેર સમાજના મહાનુભાવો ની ઉપસ્થિત મા મહેર સમાજનો શૈર્યરાસ મણીયારાએ ધારા ધ્રુજાવી
ગોસા(ઘેડ) તા. ૧૭/૦૩/૨૦૨૫
મહેર સમાજ ( ચામુંડા માતાજી મંદિર) દેગામ મુકામે તા,૧૬-૩- ૨૦૨૫ ને રવિવાર ના રોજ પડવા મહોત્સવ માં મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ હતા
દેગામ મહેર સમાજે યોજાયેલા ત્રીજા પડવા પહોત્સવ ના કાર્યક્રમ માં એડિશનલ કલેકટર જે,બી,વદર સાહેબ, ઇન્ટરનેશલ મહેર સુપ્રિમ કાઉન્સિલનાં ઊપ પ્રમુખ નવઘણભાઈ મોઢવાડીયા, સામાજિક મહિલા આગેવાન હિરલબા જાડેજા,જિલ્લા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવા સાહેબ, જે,સી,આઇ, રેડક્રોસ સોસાયટી નાં પ્રમુખ લાખણસીભાઈ ગોરા ણીયા, મહેર શક્તિ સેનામાંથી પ્રવક્તા રાણાભાઈ ઓડેદરા,(તાલુકા વિકાસ અધિકારી), મહેર શક્તિ સેનાના સમાધાન સમિતિના અધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડીયા તેમજ પરબતભાઇ કડેગિયા ઉપસ્થીત રહેલ હતા.
મહેર સમાજ દેગામનાં આમંત્રણને માંન આપી આં બધા મહાનુભાવો એ પોતાનો કિંમતી સમય ફાળવી આં કાર્યક્રમ માં હાજરી આપી તે બદલ મહેર સમાજ દેગામ તરફથી તમામ મહાનુભાવો નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ,
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
