દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્યમાં કેવી છે NDA અને I.N.D.I.A.ની સ્થિતિ, જાણો
દેશમાં 19મી એપ્રિલથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલા તમામની નજર ઉત્તર પ્રદેશની 80 સીટો પર છે. અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ત્રણેય પક્ષોએ તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશની તમામ બેઠકોનો અંતિમ ઓપિનિયન પોલ આવી ગયો છે. એબીપી ન્યૂઝ સી વોટર સરવે મુજબ બહુજન સમાજ પાર્ટીને ઝટકો લાગતો જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDA 50 ટકાથી વધુનો આંકડો હાંસલ કરી શકે છે.
NDAને 51 ટકા વોટ મળી શકે: સરવેમાં દાવો કરાયો
આ સરવેમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ઈન્ડિયા એલાયન્સ માટે સારા સંકેત દેખાતો નથી. દાવો કરવામાં આવે છે કે NDAને 51 ટકા વોટ મળી શકે છે, જ્યારે ગઠબંધન ઈન્ડિયાને 38 ટકા વોટ મળી શકે છે. તો બસપાને માત્ર 4 ટકા વોટ મળવાની આશા છે. આ ઉપરાંત અન્યના ખાતમાં 7 ટકા મત જઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.