ક્રિકેટ ની કિક ,દીકરી ની જીત : સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં ટોપ -10 માં મુસ્કાન વસાવાની પસંદગી
બ્રિજેશકુમાર પટેલ,
ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ, એટ
ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. ભારતમાં પાંચ ઝોનની ટીમો વચ્ચે ઇન્ટરસ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ છે.આ સમગ્ર ઈનીંગ દરમિયાન વેસ્ટ ઝોનની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગ દરમિયાન ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની યુવતી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10- માં પસંદગી પામી છે. મુસ્કાન વસાવા ના પિતા ચંદ્રકાન્ત વસાવાને ક્રિકેટ રમવાનો શોખ હતો. જેથી તેઓ ક્રિકેટ રમવા જતા ત્યારે તેમના દીકરો પવન અને દીકરીને સાથે લઈ જતા હતા. ત્યારથી જ મુસ્કાન વસાવાને અને પવનને પણ ક્રિકેટમાં રસ પડ્યો હતો. કિક્રેટ પ્રત્યેનો લગાવ જોઈને પિતાએ 7 એકર ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. ત્યારથી જ મુસ્કાન ની ક્રિકેટની જર્ની ચાલુ થય હતી. અને ત્યારબાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશન માંથી રમવાની શરૂઆત કરી હતી. જેમાં ભરૂચ અને બરોડામાં જીસીએ માં કોચ તેમજ નેપાળ,અફઘાનિસ્તાન, જેવા ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા દેશોની ટીમના હેડ કોચ રહી ચૂકેલા મુંબઈના ઉમેશ પટવાલ પાસેથી પણ કોચિંગ મેળવ્યું હતું. કોચિંગ મેળવી હતી. આમ પોતાની પ્રતિભા બતાવી આદિવાસી દીકરીએ ઇન્ટરસ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે. જેઓ હાલ સાઉથ ગુજરાતની ટીમ માં અમદાવાદ ખાતે રિલાયન્સ જીવન કપ ક્રિકેટ રમી રહી છે. ઉલ્લેખનીય છે કે, બલેશ્વર સ્થિત ક્રિકેટનું મેદાન પર ગ્રામ્ય કક્ષાના યુવાનોની પ્રતિભા બહાર લાવવા માટે સીજન ટુર્નામેન્ટ પણ રમાડવામાં આવે છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારના યુવાન પણ રમત ગમત ક્ષેત્રે આગળ આવે તે માટે આ મેદાન તમામ લોકો માટે પ્રેક્ટિસ કરવા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જ્યાં ક્રિકેટની તમામ સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવી છે.
સાઉથ ગુજરાત ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં ટોપ -10માં પસંદગી મુસ્કાન વસાવા અંડર 16 થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર વુમન ટી- 20માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ત્યારબાદ ઇન્ટરસ્ટેટ ઇનિંગની મેચમાં ફોર્મ જાળવી રાખી સાઉથ ઝોનમાં શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં ટોપ -10 બોલરમાં નામના મેળવી છે.
કિક્રેટ પ્રત્યેનો લગાવ જોઈને ખેતરને ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવ્યું
હું પોતે ક્રિકેટ નો શોખીન છુ, અને ક્રિકેટ રમવા જતો હતો. ત્યારે મારી દીકરી મુસ્કાન અને પવન પણ સાથે આવતા હતા. જે થી તેમનામાં ક્રિકેટનો રસ પડવા લાગ્યાઓ હતો. પણ પ્રેક્ટિસ કરવા માટે કોઈ મેદાન હતું નહીં જેથી મે મારા ખેતરને જ ક્રિકેટ મેદાનમાં ફેરવી દીધૂ અને અહિયાં પ્રેક્ટિસ કરી પવન અને મુસ્કાન અંડર-16 અને અંડર-19 માં ગુજરાત ની ટીમમાં પસંદગી પામી ઝોન કક્ષા સુધી પહોંચ્યા છે.-ચંદ્રકાન્ત વસાવા
આ મેદાન પર પ્રેક્ટિસ કરી 10 પ્લેયર ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી પહોંચ્યા
બલેશ્વર સ્થિત ક્રિકેટની પીચ બનાવવા માટે બોમ્બેથી પીચ ક્યુરેટરને બોલવામાં આવ્યા હતા. જેની દેખરેખમાં પિચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી પ્રેક્ટિસ કરવા આવતા તમામ ખેલાડીઓને ક્રિકેટ મેદાન જેવો અનુભવ થાય. આ મેદાન દરેક લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યાં પ્રેક્ટિસ કરી 10 પ્લેયર ગુજરાત ક્રિકેટ એસોસિએશન સુધી ગયા છે.
પિતા જાતે વહેલા ઉઠી પ્રેકટીસ કરાવતા હતા
ચંદ્રકાન્ત વસાવા તેમની દીકરી મુસ્કાન અને દીકરા પવનને વહેલી સવારે ઊઠીને ક્રિકેટની પ્રેક્ટિસ કરાવતા હતા. અને સાંજે 4 વાગ્યાથી પ્રેકટીસ કરાવતા હતા. તેથી આ સમયે પોતાની કામગીરી માંથી સમય કાઢતા હતા. જેમની મહેનત થકી આજે મુસ્કાન સાઉથ ગુજરાત ડોમેસ્ટિક ક્રિકેટ માં ટોપ બોલેરોમાં પસંદગી પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.