ભારત વિકાસ પરીષદ અડાજણ શાખા દ્વારા કૃત્રિમ હાથ-પગનું નિઃશુલ્ક વિતરણ - At This Time

ભારત વિકાસ પરીષદ અડાજણ શાખા દ્વારા કૃત્રિમ હાથ-પગનું નિઃશુલ્ક વિતરણ


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.
7490953909

*ચીખલી તથા આજુબાજુના આદિવાસી વિસ્તારના ૬૦થી પણ વધુ વિકલાંગોએ લાભ લીધો.*

સંપર્ક, સેવા, સંસ્કાર, સહયોગ અને સમર્પણની મુળ ભાવના સાથે કાર્ય કરતી ભારત વિકાસ પરીષદ સન્ ૧૯૬૩થી રાષ્ટ્રિય સ્તરે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે અને જેનું લક્ષ્ય સ્વસ્થ, સમર્થ અને સંસ્કારીત ભારત બનાવવાનું છે જેના અંતર્ગત ચીખલીના પ્રજાપતિ આશ્રમ મુકામે સામાજિક અને આર્થિક રીતે પછાત દિવ્યાંગોની શારીરીક તપાસ કરી તેઓને તદ્દન મફતમાં કૃત્રિમ હાથ-પગ તથા કેલિપર્સનું વિતરણ કરવાના હેતુ થી ૬૦ થી પણ વધુ લાભાર્થીઓના માપ લેવામાં આવ્યા હતા અને તેને માપ અનુસાર કૃત્રિમ હાથ-પગ બનાવી તારીખ ૭મી જાન્યુઆરીના રોજ હાથ-પગ હલનચલન કરી શકે તેવી રીતે ફીટીંગ કરી આપવામાં આવશે.

શાખા અધ્યક્ષશ્રી જિજ્ઞેશ ડુમસવાલાના જણાવ્યા મુજબ ભારત વિકાસ પરીષદ સેવા યોજના થકી દિવ્યાંગોના કલ્યાણ, પુનર્વસન, આદિવાસી વિકાસ, ગામ-શહેર સ્લમ એરીયા વિકાસ વિગેરે સમાજ ઉપયોગી કાર્ય નિયમિત ધોરણે કરે છે અને છેવાડાના ગ્રામવાસીઓ સુધી પહોંચી તેઓને મદદ પહોંચાડવાનું અમારું લક્ષ્ય છે અને તેના માટે સતત પ્રયત્નશીલ રહીશું તેવું પણ જણાવ્યું હતું.
શાખા સચિવશ્રી વિનેશ શાહએ માહિતિ આપ્યા મુજબ દેશભરમાં કુલ ૧૩ કેન્દ્રો થકી અત્યાર સુધી ૩.૫ લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચુક્યું છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવો સંકલ્પ છે. અમદાવાદ પાલડી શાખા એ પરીષદનું ગુજરાતમાં એકમાત્ર દિવ્યાંગ સાધન સહાય કેન્દ્ર છે અને કેન્દ્ર પર જ કૃત્રિમ હાથ અને પગ બનાવવામાં આવે છે અને સંસ્થામાં જ તાલીમબધ્ધ ટેકનીશીયન્સ ઉપલબ્ધ છે જે ચીખલી ખાતે શાખા અધ્યક્ષ શ્રી નિલાંગભાઈ સાથે ઉપસ્થિત રહી લાભાર્થીનું માપ લઈ સલાહ-સૂચનો પણ આપ્યા હતા.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સમાજના મોભી જયેશભાઈ લાડ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સમાજ સેવક રાજેન્દ્રભાઈ પરમાર, નરેશભાઈ પટેલ અને શીતલભાઈ દેસાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.
આ કાર્યક્મના સમગ્ર આયોજનમાં તથા પ્રચાર પ્રસાર કરવામાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમનો બહુમુલ્ય ફાળો રહ્યો હતો જેમાં પ્રમુખશ્રી હિતેશભાઈ લાડ, સેક્રેટરીશ્રી દિપકભાઈ લાડ તથા ટ્રસ્ટીશ્રી ભરતભાઈ લાડ અને રમેશભાઈ લાડ તથા સંસ્થાના સમગ્ર વહીવટકર્તાઓનો ખુબ સારો સહયોગ રહ્યો હતો.
આ કાર્યક્રમમાં પરીષદ પ્રાંત તરફથી ઉપાધ્યક્ષ શ્રી રાજીવભાઈ શેઠ તથા શંકરસિંગ ઉપસ્થિત રહી કાર્યક્મની શોભા વધારી હતી ઉપરાંત શાખા કોષાધ્યક્ષ દામિનીબેન, ઉપાધ્યક્ષ રવિરંજન સિંગ અને સભ્ય ભૂમી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિકાસ પારેખે કર્યું હતું અને અંતમાં શાખા સચિવશ્રી વિનેશ શાહએ આભાર વ્યક્ત કરી કાર્યક્મનું સમાપન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.