દામનગર શહેર નો BPL સર્વે નગરપાલિકા એજ કરવાનો હોય જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક ની સ્પષ્ટતા તંત્ર ને ગરીબ પરિવારો પ્રત્યે સંવેદના છે ? તો સર્વે કરો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kll0c58dyuh45l8c/" left="-10"]

દામનગર શહેર નો BPL સર્વે નગરપાલિકા એજ કરવાનો હોય જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક ની સ્પષ્ટતા તંત્ર ને ગરીબ પરિવારો પ્રત્યે સંવેદના છે ? તો સર્વે કરો


દામનગર શહેર નો BPL સર્વે નગરપાલિકા એજ કરવાનો હોય જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક ની સ્પષ્ટતા દામનગર શહેરી વિસ્તાર નો છેલ્લા ૧૨ વર્ષ કરતા વધુ સમય થી B P L સર્વે ની માંગ કરતી રજૂઆતો પરત્વે વારંવાર જવાબદારી ની ફેંકાફેકી કરી પાલિકા દ્વારા અરજદારો ની રજૂઆતો ગ્રામ વિકાસ એજન્સી ને મોકલી આપતી હતી ગ્રામ વિકાસ પુનઃ આ અરજી ઓ પાલિકા ને મોકલી આપતી હતી પણ ગત ૨૧/૫/૨૨ ની નટવરલાલ જે ભાતિયા ની લેખિત રજુઆત સંદર્ભ માં તા.૨/૭/૨૨ નં જગવ/બી પી એલ / વશી ૪૩૬ /૨૨ થી ધારાસભ્ય ઠુંમર ચીફ ઓફિસર નગરપાલિકા દામનગર ને પત્ર નિયામક ગ્રામ વિકાસ એજન્સી એ સ્પષ્ટતા કરી દામનગર શહેર નો BPL સર્વે નગરપાલિકા એજ કરવા નો હોય છેલ્લા ૧૨ વર્ષ થી લબડતા લાભાર્થી ઓ માટે પાલિકા ક્યારે સર્વે કરે છે તે જોવું રહ્યું મોટા ભાગ ની સરકારી બોર્ડ કોર્પોરેશન યોજના ઓમાં માપદંડ BPL ફરજિયાત હોય પાત્રતા ધરાવતા ગરબી લાભાર્થી ઓની ૬૦૦ થઈ6 વધુ લેખિત રજૂઆતો પાલિકા ના ઇનવોર્ડ દફતરે નોંધાયેલ છે આ અંગે વારંવાર સર્વે અંગે પાલિકા તંત્ર નોડલ એજન્સી એ કરવા નું હોવા નું કારણ આપી હાથ ખખેરી રહી હતી પણ તા.૨/૭/૨૨ ના નિયામક ગ્રામ વિકાસ એજન્સી ના પત્ર થી સ્પષ્ટતા કરી BPL સર્વે શહેરી વિસ્તાર માં પાલિકા એજ કરવા નો હોય ગરીબ પરિવારો પ્રત્યે પાલિકા તંત્ર ને કેટલી સંવેદના છે તે સર્વે કરી તો ખ્યાલ આવે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]