રાજુલા નજીક ભેરાઈ ફાટક પાસે ગંભીર અકસ્માત એકનું મોત …
રાજુલા નજીક ભેરાઈ ફાટક પાસે ગંભીર અકસ્માત એકનું મોત ...
ટ્રક અને મોટરસાયકલનું ગંભીર અકસ્માત
રાજુલા પોલીસ ની 108 જેવી કામગીરી
108 રાજુલા ની ટીમે દર્દી ની હાલત જોઈ ને સીધા સારવાર માટે મહુવા લઈ ગયા
રાજુલા પોલીસ ના વૈભવભાઈ તેમજ ભરતભાઈ ગોહિલ ની કામગીરીને લોકોએ બિરદાવી
ભાવનગર સોમનાથ હાઇવે પર દિન પ્રતિ દિન અકસ્માતની ઘટનાઓ બનતી જાય છે ત્યારે રાજુલા નજીક ભેરાઇ ફાટક પાસે એક ટ્રક અને મોટરસાયકલ નું ગંભીર અકસ્માત સર્જાયો આ અકસ્માત માં માતા અને પુત્રને ગંભીર ઇજા થવા પામી અકસ્માત સર્જાતા ભાવનગર સોમનાથ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આ જગ્યા ઉપર જી.આર.ડી નો સ્ટાફ ફરજ બજાવતો હોય ત્યારે તેમને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી કરેલી ત્યારે આ રોડ પર રાજુલાની પોલીસ પેટ્રોલિંગ ની કામગીરી કરતી હોય અને આ અકસ્માત ના સમાચાર મળતા વૈભવભાઈ તેમજ ભરતભાઈ ગોહિલ સ્થળ પર દોડી આવતા ઈજાગ્રસ્ત બાળકને પોલીસની ગાડીમાં જ તાત્કાલિક સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં લઈ જવા માં આવેલ આ સમાચાર રાજુલાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ધાખડાને મળતા તેઓ પણ રાજુલા સરકારી હોસ્પિટલે દોડી આવેલા આ બાળક ને વધુ ઇજા હોવાથી તેને પણ વધુ સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યારે આ બાળકના માતા જેમનું નામ રૂપલબેન પરમાર જેને ખૂબ જ વધુ ઇજા હોવાથી 108 આવતા તેમને તાત્કાલિક વધુ સારવાર માટે 108 મારફત જ મહુવા ખસેડવામાં આવેલા પરંતુ આ બહેનને ઈજા ગંભીર હોવાથી મહુવા ની હનુમંત હોસ્પિટલની ટીમ દ્વારા સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલિક ભાવનગર ખસેડવામાં આવ્યા પરંતુ ડોક્ટરો ના જણાવવા મુજબ આ બહેનને ઈજા ખૂબ જ વધારે હોય અને વધુ સારવાર આપવી પડે તેવું હોય અને તેમને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર આપવી પડે તેવી સ્થિતિ હોય ત્યારે તેમને ભાવનગર થી તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા ત્યારે અમદાવાદમાં સારવાર દરમિયાન મોડી રાત્રિના તેમનું દુખદ અવસાન થયું આ પરિવાર રાજુલા તાલુકાના ઉટીયા ગામના હોવાનું જાણવા મળેલ છે જેમાં ઇજાગ્રસ્ત રામજીભાઈ પરમાર અને મૃતક રૂપલબેન પરમાર અને ઈજાગ્રસ્ત તેમનો પુત્ર જયદીપભાઇ પરમાર જે હાલ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે રેલવે ફાટક પાસે હાઇવે નું કામ શરૂ હોય અને એક જ રસ્તો શરૂ હોય ત્યારે ટ્રાફિકની પણ વધુ સમસ્યાઓ રહે છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા બીજી બાજુ નો રસ્તો શરૂ કરવામાં આવે તેવું લોક માંગણી ઉઠવા પામેલ છે એક જ બાજુ રસ્તો શરૂ હોય ત્યારે સામસામા વાહનો આવી જતા હોય ત્યારે અકસ્માતનો ભય વધુ રહેશે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે બીજી બાજુ નો રસ્તો શરૂ કરવામાં આવે તેવી માગણી...
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
