કરુણા અભિયાન હેઠળ સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસ ઘાયલ પક્ષીઓ ને બચાવવા કેમ્પ નું આયોજન. - At This Time

કરુણા અભિયાન હેઠળ સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસ ઘાયલ પક્ષીઓ ને બચાવવા કેમ્પ નું આયોજન.


મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણમાં દાન પુણ્ય અને જીવદયા કોઈ પણ રીતે સત્કર્મ કરવાનો દિવસ પણ...છેલ્લા ઘણાં વર્ષોથી માણસો નો પતંગ નો શોખ અને પક્ષીઓ સહિત મનુષ્ય જીવ માટે અકસ્માતે ઘાયલ થવાનું અને મૃત્યુ નું નિમિત્ત બનતો આવ્યો છે,

૨૦૨૫ના આ વર્ષે ઉતરાયણ પર્વે અમદાવાદ શહેરમાં ઘાયલ પક્ષીઓ ને બચાવ અર્થે અમદાવાદ સહીત ગુજરાતમાં સરકાર ના વન વિભાગ દ્વારા તથા જીવદયા અને સામાજિક સંસ્થાઓ દ્વાર જીવદયા માટે સમગ્ર ગુજરાત ના દરેક જિલ્લા , શહેર અને ગામ માં ૧૦ દિવસ સુંધી ખાસ કરી ને ઉતરાયણ અને વાસી ઉતરાયણ એમ ૨ દિવસ માટે ઘાયલ પક્ષીઓ બચાવવા માટે અનેક જીવદયા સંસ્થાઓ દ્વારા ઘાયલ પક્ષીઓ બચાવવા માટે કેમ્પ ના આયોજન કરવામાં આવે છે અને ખાસ હેલ્પલાઇન મોબાઇલ નંબર પણ જાહેર કરવામાં આવે છે,

ગુજરાત સરકાર ના કરુણા અભિયાન હેઠળ આવી જ એક સંસ્થા અમદાવાદ ની સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ડીસીપી ઝોન -૬ ,
" જે " ડિવિઝન ના મણીનગર પોલીસ સ્ટેશન અને જય માડી શ્રી નિધિ ફોઉન્ડેશન ના પંકજભાઈ પંચાલ ના સહિયોગ થી અમદાવાદ માં મણીનગર પોલીસ સ્ટેશન બહાર તારીખ ૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ ના એમ ૨ દિવસ સુંધી કોઈ પણ પ્રકારના અકસ્માતે ઘાયલ થયેલ પક્ષીઓ ને પ્રાથમિક સારવાર આપી તેમનો જીવ બચાવવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આ ઘાયલ પક્ષીઓ માટે ના કેમ્પમાં મેડિકલ સાધન સામગ્રી, અન્ય પક્ષીઓ ને તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે ના અનેક સાધનોની સંપૂર્ણ સગવડ સાથે જીવદયા સંસ્થા સાથે જોડાયેલ મણિનગર ના અનેક યુવકો અને યુવતીઓ સ્વૈચ્છિક સેવા અર્થે ની એક ટીમ આ કેમ્પમાં દર વર્ષે નિસ્વાર્થ સહિયોગ આપે છે,

સાથિયા ચેરીટેબલ ના યુવા કાર્યકર અશોકભાઈ સક્પાલ દ્વારા ઘાયલ પક્ષીઓની તમામ પ્રકાર ની પ્રાથમિક સારવાર અર્થે ની સગવડો સાથે સુંદર અને પ્રસંસનીય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ ની કામગીરી ને મણીનગર ના પોલીસ અઘિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એ બિરદાવી અને ટીમ ને પ્રોત્સાહિત કર્યા હતા,

આ બે દિવસ ની પક્ષીઓ ની બચાવ સેવાકાર્ય માં લોક લાગણી ને માન આપી મણિનગર ના મા.ધારાસભ્ય, કાઉન્સિલરો સહિત જંગલ ખાતાના અધિકારીઓ અને જીવદયા સંસ્થાના અગ્રણીઓ એ પ્રથમ દિવસે જ પક્ષી બચાવતી ટીમે ને પ્રોત્સાહન પૂરું પાડવા કેમ્પની મુલાકાત લીધી હતી,

૧૪ જાન્યુઆરી સવાર ના સમયે જંગલ ખાતાના અધિકારીઓ, ધારાસભ્ય સહિત કાઉન્સિલરો અને જીવદયા ના મહાનુભાવો દ્વારા કેમ્પ આયોજક અને કેમ્પમાં નિસ્વાર્થ સેવા અર્થે જોડાયેલ યુવકો અને યુવતીઓ ની આ જીવદયા સેવા ને શાબ્દિક રીતે બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા,

દર વર્ષે આ સેવાકીય કામગીરી માં જોડાયેલા બધાજ નવયુવાનો ને વનવિભાગ ના અધિકારી ના હસ્તે સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવે છે અને આ જીવદયાની કેટલીક ખાસ ક્ષણો અને મુલાકાત ને કેટલાક પત્રકારો દ્વારા કેમેરામાં કેદ કરી યાદગાર બનાવામાં આવી,

આ બે દિવસમાં ઘાયલ પક્ષીઓના કોલ પાછલા વર્ષો ની તુલના ખુબ ઓછા રહ્યા હતા, આ ૨ દિવસ ના ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કેમ્પ માં નિયમો નું પાલન પણ કરવામાં આવે છે,

ઘાયલ પક્ષી બચાવના કેમ્પમાં અનેક વર્ષોની અશોક સક્પાલ ની અથાગ મહેનત, સેવા અર્થે જોડાયેલ યુવકો, યુવતીઓ અને દાતાઓ ના સહીયોગ સાથે બે દિવસ નો કેમ્પ સફળ રહ્યો હતો.

૨૦૨૫માં

ગુજરાત સરકાર ના કરુણા અભિયાન હેઠળ મણીનગર પોલીસ સ્ટેશન બહાર બે દિવસ ઘાયલ પક્ષીઓ ને બચાવવા અર્થે ની કામગીરીમાં મુલાકાત કરી ટીમ ને પ્રોત્સાહન પૂરું પાડનાર મહાનુભાવો ની યાદી...

( ૧ ) ભાવિંભાઈ પનારા ( વન વિભાગ અધિકારી )

( ૨ ) સાગરભાઈ ( પ્રમુખ - સાથિયા ચેરિટેબલ ટ્રસ્ટ )

( ૩ ) પંકજભાઈ પંચાલ - જય માડી ( પ્રમુખ - શ્રી નિધિ ફાઉન્ડેશન )

( ૪ ) અમૂલભાઇ ( પ્રમુખ - છત્રપતિ શિવાજી ચેરિટેબલ ટ્રસ્ટ )

( ૫ ) અમૂલભાઈ ભટ્ટ ( ધારાસભ્ય - મણીનગર )

( ૬ ) ડૉ.ચંદ્રકાંતભાઈ ચૌહણ ( મ્યુ.કાઉન્સિલર મણીનગર )

( ૭ ) કરણભાઈ ભટ્ટ ( મ્યુ.કાઉન્સિલર મણીનગર )

( ૮ ) પ્રદીપસિંહ જાડેજા ( ઝોન ૬ " જે " ડિવિઝન એ.સી.પી )

( ૯ ) અજમલખાન ( નિવૃત અધિકારી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય )

( ૧૦ ) ડૉ.ચંદનભાઈ ( સર્પ નિષ્ણાંત )

( ૧૧ ) ડો. ચંદ્રમૌલી દવે ( M.D ) વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર.

( ૧૨ ) સુનિલભાઈ મૂર્જાની ( મણીનગર )

(૧૩) અનિલભાઈ જોધાણી ( બી જે પી )

( ૧૪ ) સેતુભાઈ દેસાઈ ( શાહપુર )

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image