મકરસંક્રાંતિ પર નશાની હાલતમાં નીકળેલા 14 અને છરી - ધોકા સાથે ફરતા 9 ઝડપાયા - At This Time

મકરસંક્રાંતિ પર નશાની હાલતમાં નીકળેલા 14 અને છરી – ધોકા સાથે ફરતા 9 ઝડપાયા


શહેરમાં મકરસંક્રાંતિના તહેવારમાં નશાની હાલતમાં અને છરી-ધોકા જેવા હથિયારો સાથે ફરતાં કુલ 23 શખ્સોને પોલીસે પકડી પાડી તહેવારને શાંતિપૂર્વક લોકો માણી શકે તે માટે તમામ અસામાજીક તત્વો સામે ગુનો નોંધી જેલમાં ધકેલ્યા હતાં.
શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ એડી. પોલીસ કમિ. વિધિ ચૌધરીએ ઉતરાયણના તહેવાર પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નશાની હાલતમાં નીકળી અને છરી-ધોકા જેવા હથિયારો સાથે નીકળતા શખ્સોને પકડવાની આપેલ સુચનાથી બી-ડીવીઝન પોલીસે મોરબી રોડ જકાત નાકાથી ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી બસના ચાલક પુષ્પરાજ રામલાલ વિશ્વકર્મા, રહે. કોઠારીયા સોલ્વન્ટને નશાની હાલતમાં દબોચી લીધો હતો, જ્યારે માલવીયાનગર પોલીસે નાનામવા રોડ પરથી હસમુખ ઉર્ફે હસુ વાઘેલા-રહે. દેવનગરને પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો. એ-ડીવીઝન પોલીસે રામનાથપરા જુની જેલ પાસે ગૌતમ ભરત ભરવારા-રહે. ઉદ્યોગનગર શેરી નં.44, ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરથી લેબર કોન્ટ્રાક્ટર અશ્ર્વિન વેકરીયા-રહે. ભોમેશ્ર્વર પ્લોટ તેમજ ભક્તિનગર સ્ટેશન પ્લોટ રોડ પરથી અશ્ર્વિન કોઠારી-રહે. જુના જાગનાથ પ્લોટ-9, આનંદનગર કોલોની કાળા પથ્થરના ક્વાર્ટર પાસેથી વાસુ કમલેશ રાઠોડ (ઉ.વ. 19) અને મારુતીનગર ભુવનેશ્ર્વરી એપા.ની નીચે જાહેરમાંથી શાહરૂખ મહેબુબ પઠાણ, મીહીર કૈલાશ જાગાણી અને વિશાળ ચૌહાણને પીધેલી હાલતમાં દબોચી લીધા જ્યારે બી ડીવીઝન પોલીસે ભગવતીપરા સુખસાગર હોલ પાસેથી અજય જાંબુકીયા-રહે. ભગવતીપરા અને વિનોદ પરમાર-રહે. રત્નદિપ સોસા. આર્યનગરને છરી સાથે દબોચ્યા હતા અને માલધારી સોસા., 4-બાપા સીતારામ ચોક પાસેથી અનીલ સોલંકી અને જુના મોરબી રોડ ચામડીયાપરા અને રાજેશ ચુડાસમાને લાકડી સાથે પક્ડાય હતાં.
જ્યારે આજીડેમ પોલીસે ગુલાબનગર મેઇન રોડ પર રોલેક્ષ કારખાના નજીકથી અરુણ પરમાર-રહે. ગુલાબનગર, આડીજેમ ચોકડી પાસેથી વિપુલ પરમાર, કોઠારીયા મેઇન રોડ પરથી પ્રદિપ પાનસુરીયા-રહે. સંતકબીર રોડ તેમજ ભક્તિનગર પોલીસે નારાયણનગર ઢેબર કોલોનીમાંથી ભરત સોલંકી, નારાયણનગર શેરી નં.10માંથી વિનુ સોલંકીને છરી-ધોકા સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.