આવતીકાલથી દીવ પાસેના અહેમદપુર માંડવી ખાતે ૩ દિવસીય ફેસ્ટિવલનો શુભારંભ થશે*
*આવતીકાલથી દીવ પાસેના અહેમદપુર માંડવી ખાતે ૩ દિવસીય ફેસ્ટિવલનો શુભારંભ થશે*
--------
*જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પૂર્વ તૈયારીઓનો નિરીક્ષણ કર્યું*
-----
*રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર સ્ટોલ*
-------
ગીર સોમનાથ જિલ્લાના દીવને અડીને આવેલો અહેમદપુર માંડવી બીચ અદભુત અને રમણીય દરિયા કિનારો ધરાવે છે.
આ દરિયા કિનારો વિકસિત થાય અને પ્રવાસીઓને ફરવા માટેનું નવું સ્થળ ઊભું થાય તે પ્રકારની ક્ષમતાઓ ધરાવે છે, ત્યારે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ સિંહ જાડેજાએ આજે બીચની મુલાકાત લઈને વિવિધ તૈયારીઓનું પૂર્વ નિરીક્ષણ કર્યું હતું.
આ અવસરે રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર પણ ઊભા કરવામાં આવનાર છે.
આ રીતે બીચના વિકાસ સાથે સંસ્કૃતિ અને મનોરંજન સંગાથે લોકોના આનંદ પ્રમોદ મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કલેકટરશ્રીની આ મુલાકાત વેળાએ અધિક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.
------
આ પ્રકારના તમામ સમાચાર માટેે
