સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ તરસાલી દ્રારા, નવીતરસાલી ખાતે જશને વિલાદતે સૈખુલ ઇસ્લામ કાર્યક્રમનુ આયોજન કરાયુ, જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમઝા અશરફ, સૈયદ મોહમ્મદ અશરફ અને સૈયદ સકલેન અશરફ ખાસ ઉપસ્થિત રહ્યા
ઝગડીયા તાલુકાનાં નવી તરસાલી ગામ ખાતે પયગંબર સાહેબના ૪૦માં વંશજ અને બગદાદ સ્થિત ગૌસે આઝમ અબ્દુલ કાદીર જીલાનીના પૌત્ર ગૌસુલ આલમ, નાઈબે ખ્વાજા સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અશરફીયુલ જીલાનીનાં જન્મ દિવસ નિમિત્તે સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ તરસાલી બ્રાન્ચ દ્રારા જશને વિલાદતે સૈખુલ ઈસ્લામ કાર્યક્ર્મ નુ આયોજન કરાયુ હતુ
એશીયા, યુરોપ, અમરીકા, આફ્રીકા સહીત સમગ્ર વિશ્વમાં અનુયાયીઓ અને ચાહકનો મોટો વર્ગ ધરાવતા જગ પ્રસિધ્ધ કાદરી, ચિશ્તી, અશરફી સીલશીલાના વડા સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફના જન્મ દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમની શરૂઆતમાં ગુરુવારે સવારે જુલુશનુ આયોજન કરાયુ જેમા જનશીને સૈખુલ હતુ ઈસ્લામ સૈયદ હમઝા અશરફ, સૈયદ મોહમ્મદ અશરફ,સૈયદ સકલેન અશરફ, સૈયદ મુઝફફર બાપુ અને સૈયદ જાવેદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા જુલુસ સલાતો સલામ અને નાતો મનકબત સાથે સૈયદ કાદર બાપુના પ્રાંગણ થી નીકળી સમગ્ર ગામમાં ફરી ટ્રસ્ટ ઓફીસે પોહચ્યો હતો
રાત્રે ઈશાની નામઝ પછી તકરીર અને નાતો મનકબતનુ કાર્યક્રમ રાખવામા આવ્યું હતુ જ્યાં કાર્યક્રમની શરુઆતમાં કિરત, નાતો મનકબત પઠવામાં આવી હતી ત્યાર બાદ સૈયદ જાવેદ બાપુ દ્રારા સૈખુલ ઇસ્લામના જ્ઞાન,કસ્ફો કરામત, બુજુર્ગી, સાદગી, સૌમ્યતા, ગૌસીયત, ખ્વાજગીયત, સુફીયત,તસ્વવુફ તેમજ સૈખુલ ઇસ્લામ દ્વારા ઇસ્લામ અને સમગ્ર માનવજાતની ભલાઇ માટે કરવામાં આવેલ કાર્યો પર પ્રકાશ પાંડ્યુ હતુ. ત્યાર બાદ સૈયદ શકલેન અશરફ દ્વારા તકરીર કરવામા આવી હતી જેમા તેમણે
ઈસ્લામીક જીવન તેમ જ કોઈ પણ જાતના ભેદભાવ, વાદવિવાદ વગર એકતા, સંપ સાથે જીવન ગુજારવા ઉપદેશ આપ્યુ હતુ.
સલાતો સલામ બાદ સૈયદ હમઝા અશરફ દ્વારા દુવા ગુજારી કાર્યક્રમનુ સમાપન કરવામાં આવ્યુ હતુ.
જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમજામિયાએ શુક્રવારના દિવસે મસ્જિદે જરીબ નવાજમા જુમ્માની નમાઝ પઢાવી હતી.
ઉલ્લેખનીય છેકે સૈખુલ ઈસ્લામે લખેલ હજારો ઈસ્લામીક, આધ્યાત્મિક, તસવ્વુફ, સુફિયત, મલે મસાઈલ,ફત્વા, બુજુર્ગોની જીવન શૈલી, ઈસ્લામી જીવન શૈલી અને સમગ્ર ઈન્શાનીયતને માર્ગ દર્શન પુરૂ પાડનારી તેમજ "તફસીરે અશરફી" ના રૂપે કુર્આન સરીફના ઉપદેશોની સંપુર્ણ, સરળ અને સાચી સમજ આપતી અને સત્ય માર્ગદર્શન પુરૂ પાડતી કુરઆનની તફસીરનુ અધ્યયન કરી સૈકળો લોકો ઈસ્લામીક વક્તા બની ગયા અને કરોળો લોકો આ જ્ઞાન રૂપી સુરજમાથી જ્ઞાનરૂપી કીરણો મેળવી પોતાના જીવનમાં રહેલ અજ્ઞાનતાના અંધકારને દુર કરી ચુક્યા છે.
મલેક યસદાની
AT THIS TIME, BHARUCH
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.