કચરો નાખવા મામલે પડોશી બે દંપતિનો પિતા-પુત્ર પર હુમલો
વિશ્ર્વકર્મા સોસાયટીમાં કચરો નાંખવા મામલે પિતા-પુત્ર પર પડોશમાં રહેતા બે દંપતિઓએ પથ્થરોથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે બુટભવાનીનગરમાં આવેલ વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા રાજુભાઈ રામાશંકર મલાલ (ઉ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સીતારામ બિનાયક, ઉર્મિલા સીતારામ, ચૈત અને તુલસી ચૈતનું નામ આપતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ મૂળ બિહારના વતની છે અને અહી તે વાવડીમાં આવેલ કારખાનામાં મજુરીકામ કરે છે.
ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યે તેઓ ઘર પાસે હતા ત્યારે તેમના પત્ની ગ્યાંતીદેવી બહાર કચરો નાંખવા ગયેલ ત્યારે પડોશમાં રહેતો સીતારામ બિનાયક અને તેમની પત્ની ઉર્મિલા ફરિયાદીની પત્ની સાથે ઝઘડો કરી મારામારી કરવા લાગેલ હતા. જેથી તેઓએ બહાર જોયેલ તો આરોપી ઉર્મિલા તેમની પત્નીને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને સીતારામ સાથે ચૈત અને તેની પત્ની તુલસી પણ આવી જઈ મારામારી કરી પથ્થરોના ઘા કરવા લાગેલ હતા. જેમાં ફરિયાદીના પુત્રને કપાળમાં અને તેમને માથામાં ઈજા પહોંચેલ હતી. જે બાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.