હેલ્પએજ ઇન્ડિયા દ્વારા 15/04/2024 ના રોજ વર્લ્ડ એલ્ડર એબ્યુઝ ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

હેલ્પએજ ઇન્ડિયા દ્વારા 15/04/2024 ના રોજ વર્લ્ડ એલ્ડર એબ્યુઝ ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


હેલ્પએજ ઇન્ડિયા દ્વારા 15/04/2024 ના રોજ વર્લ્ડ એલ્ડર એબ્યુઝ ડે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ્ય લોકોમાં વડીલો પ્રત્યે આદર જગાવવાનો હતો. આ આયોજન શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન માં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IPS ઓફિસર સફીન હસન ખાસ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.સફીન હસન સાહેબ અમદાવાદ પૂર્વમાં ટ્રાફિક શાખામાં ડીસીપી તરીકે કાર્યરત છે. કાર્યક્રમમાં IPS સફીન હસને વૃદ્ધો સાથે કેવું વર્તન કરવું જોઈએ અને વૃદ્ધોએ પણ કેવું વર્તન કરવું જોઈએ તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત તેમણે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું પણ સૂચન કર્યું હતું.અંતમાં IPS સફીન હસને ઉપસ્થિત પત્રકારોને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતાપત્રકારોમાં ગુજરાત આજ ન્યુઝ નાં બિપીનભાઈ પરમાર અને ફૈઝલ શેખ અને રાષ્ટ્રીય પાવર ન્યૂઝના સોહિલ કબનવાલાનો સમાવેશ થાય છે.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર, અમદાવાદ
બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.