*હિંમતનગર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી- કાર્યક્રમ યોજાયો* *** *સશક્ત અને સુપોષિત નારીશક્તિ થકી તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધીએ* – - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/khttrshqr6jgwdlz/" left="-10"]

*હિંમતનગર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી- કાર્યક્રમ યોજાયો* *** *સશક્ત અને સુપોષિત નારીશક્તિ થકી તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધીએ* –


*હિંમતનગર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી- કાર્યક્રમ યોજાયો*
***
*સશક્ત અને સુપોષિત નારીશક્તિ થકી તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધીએ*
– ધારાસભ્યશ્રી વી ડી ઝાલા
***
મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત સરકાર તથા જિલ્લા મહિલા અને બાળ વિભાગ અધિકારીની કચેરી હિંમતનગર અને આઈ.સી.ડી.એસ કચેરી હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ધારાસભ્ય વી. ડી ઝાલાની અધ્યક્ષતામાં નલીનકાંત ગાંધી ટાઉન હોલ, હિંમતનગર ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી- અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી વી. ડી ઝાલાએ જણાવ્યુ હતુ કે ભારત યુવાપ્રધાન દેશ છે. દેશનું ભાવિ યુવાનો ઉપર નિર્ભર કરે છે. આથી દેશનું યુવાધન તંદુરસ્ત રહે તે અનિવાર્ય છે. દેશની સાચી સમૃધ્ધી દેશની સશક્ત મહિલા છે. આજના વર્તમાન સમયમાં કિશોરીઓ ફાસ્ટ ફૂડ જેવા અસમતોલ આહારના ઉપયોગથી પોતાના સ્વાસ્થને જોખમમાં મૂકી રહી છે.કિશોરીઓ પોતાના સ્વાસ્થ પ્રત્યે જાગરૂતતા દાખવે તે અત્યંત જરૂરી છે. આજે દ્રોપદી મુર્મુ જેવા સશસ્ત મહિલા દેશના રાષ્ટ્રપતિ છે. જે આપણે સૌ દેશવાસીઓનું ગૌરવ છે. આ જ વિચારધારા સાથે આપણે સૌ સશક્ત અને સુપોષિત નારીશક્તિ થકી તંદુરસ્ત રાષ્ટ્રનિર્માણ તરફ આગળ વધીએ.

આ અવસરે મહિલા અગ્રણી કું.કૌશલ્યા કુવરંબાએ જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસની સાથે સાથે દેશની દિકરીઓના સ્વાસ્થની પણ ચિંતા કરી છે. દિકરીઓના સર્વાંગી વિકાસ અર્થે પૂર્ણા યોજનાની જેમ અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી અને શાળાએ ના જતી કિશોરીઓને માટે પોષણ અને આરોગ્ય સ્થળ, જીવન કૌશલ્ય તાલીમ, વ્યવસાયિક તાલીમ અને તેઓ પોતાનો વિકાસ જાતે કરી શકે તે રીતે તેને તૈયાર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા પૂર્ણા યોજના અમલી બનાવવામાં આવી છે.

વિવિધ ક્ષેત્રે સિધ્ધીઓ મેળવેલ કિશોરીઓને પૂર્ણા કપ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કિશોરી- અભિયાન મેળોમાં કિશોરીમાં પોષણનું મહત્વ, સ્વાસ્થ સંબંધિત જાણકારી,રોજગારી, કાયદાકીય જાગૃતતા તેમજ પૂર્ણા પેકેટમાંથી બનાવેલ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમામાં નગરપાલિકાપ્રમુખ શ્રીમતિ યતિનબેન મોદી, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદચંદ્ર પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ. શાહ, જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રી નિતાબેન ગામી, સી.ડી.પી.ઓ-ઘટક-૧ પન્નાબેન સંઘવી, સી.ડી.પી.ઓ-ઘટક-૩ નયનાબેન જોશીયારા,અન્ય અધિકારી / કર્મચારી,આંગણવાડી કાર્યકર તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]