વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ - At This Time

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી કરવામાં આવશે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી બી.એ.શાહ
બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા તથા 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાશે
લોકશાહીના મહાપર્વમાં સૌને જોડાવવાનો અનુરોધ કરતા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્ર કુલ 14 મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત, બે મતદાન મથકો સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત, બે મતદાન મથકો ઈકો ફ્રેન્ડલ ભારતના ચૂંટણી આયોગ નવી દિલ્લી દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગેની જાહેરાત તા.3-11-2022ના રોજ કરવામાં આવી. જે અન્વયે બોટાદના જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા તથા 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજનાર છે.

કલેક્ટરશ્રી બી.એ.શાહ દ્વારા અપાયેલી માહિતી મુજબ, ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તા. 5-11-2022, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 14-11-2022, ઉમેદવારી પત્રો ચકાસણીની તા.15-11-2022, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.17-11-2022, મતદાનની તા. 1-12-2022, મતગણતરીની તા.8-12-2022 તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તા.10-12-2022 રહેશે.

તા.10-10-2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અંતિમ મતદાર યાદી મુજબ બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં 1,36,319 પુરુષ મતદારો, 1,27,530 મહિલા મતદારો તેમજ અન્ય 1 મતદાર મળીને કુલ 2,63,850 નોંધાયેલા મતદારો છે. જ્યારે 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યા 1,51,048, મહિલા મતદારોની સંખ્યા 1,40,556 જ્યારે અન્ય મતદારોની સંખ્યા 4 મળીને કુલ 2,91,608 નોંધાયેલા મતદારો છે. બોટાદ જિલ્લામાં કુલ પુરુષ મતદારોની સંખ્યા 2,87,367, કુલ સ્ત્રી મતદારોની સંખ્યા 2,68,086 જ્યારે 5 અન્ય મતદારોની સંખ્યા મળીને કુલ મતદારોની સંખ્યા 5,55,458 છે. જિલ્લામાં કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા 4,945 છે.
બોટાદ જિલ્લામાં આ ચૂંટણીમાં 14 મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત રહેશે. સાથોસાથ બે મતદાન મથકો સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત રહેશે. જ્યારે બે મતદાન મથકો મોડેલ પોલીંગ સ્ટેશન, બે મતદાન મથકો ઈકો ફ્રેન્ડલી, 1 મતદાન મથક સંપૂર્ણ યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે. કલેક્ટરશ્રી દ્વારા 6 મતદાન મથકો સમર્પણ બુથ તરીકે નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે. બોટાદના કલેક્ટરશ્રી બી.એ.શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે વધુમાં વધુ મતદારો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવે. તેમજ આદર્શ આચારસંહિતાની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પણ આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, વિધાનસભા સામાન્ય ચુંટણી-2022ને અનુલક્ષીને 106- ગઢડા અને 107-બોટાદમાં મતદારોની સંખ્યા, મતદાન મથકોની સંખ્યા, સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથકો સહિતની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, આદર્શ આચારસંહિતા અમલીકરણના નોડલ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઉપસ્થિત રહ્યા હતા

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.