પડધરીમાં ગ્રામવિકાસમંત્રીના હસ્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ થયો
૨ ઓકટોબર,૨૦૧૪ના મહાત્મા ૨ ગાંધીજીની જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ થયો હતો. જેમાં રાજકોટના પડધરીમાં ગ્રામવિકાસમંત્રીના હસ્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેના ભાગરૂપે આ વખતે ૧૫મી ૨ સપ્ટેમ્બરથી ૧૫મી ઓકટોબર સુધી ગાર્બેજ ફી ઇન્ડિયાની થીમ સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
રાજકોટના પડધરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ગ્રામ વિકાસમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યની ૮ મહાપાલિકા, ૨૭ નગરપાલિકાઓ મળી ૩૫ શહેરોમાં સ્વચ્છતા સબંધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પડધરીમાં સફાઈ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતીઅપાઈ હતી. રાષ્ટ્રીય કક્ષાએ સફાઈ સ્પર્ધા અને ભારત સ્વચ્છતા લીગમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા હાકલ છે દરમિયાન સફાઈમાં રાજ્યકક્ષાએ ૩ જિલ્લા, જિલ્લા દીઠ ૩ ગ્રામપંચાયતોનું સન્માન કરાશે તેમ પણ જણાવ્યું હતું.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.