વાગરા: નાંદીડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ખાણખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું - At This Time

વાગરા: નાંદીડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ખાણખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું


વાગરા

ભરૂચ ભૂસ્તરશાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રીએ ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજનાં બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાગરા તાલુકાના નાંદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબ્જે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદીડા ગામની સીમમાં સર્વે નંબર 48 ના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું. શું રોયલ્ટી વિનાજ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા.? અને કોની રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ બન્યા છે?, માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે. તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે.? તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે.


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image