ધંધુકા એપીએમસી ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરાયુ. - At This Time

ધંધુકા એપીએમસી ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરાયુ.


ધંધુકા એપીએમસી ખાતે પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરાયુ.

પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરાયુ. વહીવટીતંત્રની સફળ પ્રસંસનીય કામગીરી થી સૌ પ્રભાવિત થયા.

વિકસિત ભારત વિકસિત ગુજરાત ની નેમ ને સાકર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચુયલ ઉપસ્થિતિમાં રાજયભરના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં રૂ.૨૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોના લોકાર્પણ અને ખાત મુર્હત કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે ૫૯ ધંધુકા વિધાનસભા વિસ્તારના ધંધુકા, ધોલેરા, રાણપુર, બરવાળા તાલુકાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કરવામાં આવ્યુ હતુ. ૫૯ ધંધુકા વિધાનસભાવિસ્તારના ધંધુકા, ધોલેરા, રાણપુર, અને બરવાળા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અને પૂર્વ કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ધોલેરા તાલુકાના ભા.જ.૫ પ્રમુખ સાગરભાઈ સોલંકી ધંધુકા તાલુકા ભા.જ.પ. પ્રમુખ ચંદસિંહ ચુડાસમા તથા ધંધુકા શહેર ભા.જ.૫. પ્રમુખ રમેશભાઈ ચૌહાણ તથા બરવાળા રાણપુર ભાજપ પ્રમુખ અમદાવાદ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા તથા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર તથા ધંધુકાયાર્ડના ચેરમેન અને પૂર્વ ચેરમેન તથા ભાજપ સંગઠનના હોદ્દેદારો ધંધુકા અને બરવાળાના પ્રાન્ત અધિકારીઓ, ધંધુકા, ધોલેરા, રાણપુર, બરવાળા તાલુકાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓ ધંધુકા , અને બરવાળાના ચિફ ઓફિસર સહિત ની ઉપસ્થતિમાં ધંધુકા , ધોલેરા, રાણપુર , બરવાળા તાલુકાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ વિકસિત ભારત વિકસિત ગુજરાતની સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી તેની વિગતવાર માહીતગાર કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન પુરું પાડ્યું હતું .
કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા સફળ અને પ્રસસનિય કામગીરી કરવામાં આવી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.