ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે બસ સ્ટેન્ડનાં રસ્તા બીસ્માર હાલતમાં લોકો પરેશાન - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે બસ સ્ટેન્ડનાં રસ્તા બીસ્માર હાલતમાં લોકો પરેશાન


તા:15 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામનાં બસ સ્ટેન્ડમાં આ રસ્તાની એટલી હદ થઈ ગઈ છે કે આ રસ્તો જાણે કે રફ રસ્તો હોય એવું દેખાઈ રહ્યું છે આ રસ્તા ઉપર ડોળાસા ગામના સ્થાનિક લોકો તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો ત્યાં ખરીદી માટે પણ આવતા હોય છે ત્યારે આ રસ્તા ઉપર ચાલીને જાય તો આ ગંદા પાણીમાંથી પ્રચાર થવું પડે છે અને વાહન ચાલકોએ પ્રચાર થવા માટે એટલી બધી હદે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે અહીંયા અકસ્માત થવાની સો ટકા સંભાવના પણ દેખાઈ રહી છે એવી પરિસ્થિતિ આ રસ્તાની જોવા મળે છે જે પહેલાનો જૂનો રસ્તો બનાવેલ હતો એ કોન્ટ્રાક્ટની મિલીભઞતથી મોટાં ભ્રષ્ટાચાર થયો હોય આજ આ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયેલા જોવા મળે છે

ત્યારબાદ આ રસ્તાની પરિસ્થિતિ જેમની તેમ છે એવું પણ દેખાઈ રહ્યું છે આ રસ્તા માટે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી રીપેરીંગ કામ પણ કરવામાં આવ્યું નથી તેમજ નવો રસ્તો પણ બનાવવામાં આવ્યો નથી જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ડોળાસા એક વિકસિત ગામ હોય જ્યાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી 15 થી 20 ગામના લોકો ખરીદી માટે આવતા હોય છે જેમાં ડોળાસા ગામમાં સરકારી માધ્યમિક શાળા અને કોલેજો પણ આવેલી હોય છે ત્યારે અહીંયા અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પણ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના આવતા હોય છે ત્યારે આ રસ્તાની હાલત એટલી હદે છે કે જો કોઈ બાળકોનું એક્સિડન્ટ થશે અને અકસ્માતનો ભોગ બનશે તો જવાબદારી સરકારની રહેશે કે તંત્રની ??? એવા પણ સવાલો ઉઠવા પામ્યા છે ક્યારેક તો આ રસ્તા ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે તો કોઈ બાળકો અકસ્માતનો ભોગ બનશે તો જવાબદાર કોણ તંત્ર કે સરકાર ??? એવા પણ લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે

જ્યારે ચૂંટણી આવે ત્યારે આગેવાનો નેતાઓ ખાલી ઠાલાં વચનો આપતા હોય છે અને આજ સુધી પણ આ રસ્તનું કામ કરવામાં આવ્યું નથી ત્યારે ધારાસભ્ય હોય કે સંસદ સભ્યની ચૂંટણી ત્યારે ડોળાસા ગામથી ગીર સોમનાથ જિલ્લાની ચૂંટણીની પણ શરૂઆત થતી હોય એવું પણ ક્યારેક આ ઞામનું રાજકારણ પણ ઞરમાતુ જોવા મળે છે તેમ છતાં પણ આજ સુધી આ રસ્તાનો નિવારડો આવ્યો નથી તો શું સરકાર આ રસ્તો બનાવશે ??? એવા પણ સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે તો સરકાર 2022ની અને 2024ની ચૂંટણીને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક રસ્તો બનાવે એવી પણ લોક માંગણી ઉઠવા પામી છે જો આ રસ્તો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે રસ્તા રોકોનું આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.