મહિસાગર કડાણા : વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું કેળા કેળામૂળ ગામ ખાતે આગમન. - At This Time

મહિસાગર કડાણા : વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું કેળા કેળામૂળ ગામ ખાતે આગમન.


મહિસાગર કડાણા : વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું કેળા કેળામૂળ ગામ ખાતે આગમન.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કડાણા તાલુકાના કેળામૂળ પ્રાથમિક શાળા માં આયોજીત કાર્યક્રમમાં મહાનુભાઓ સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો.
આ અન્વયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટ નું વિતરણ કરી ‛‛સર્વજન હિતાય,સર્વજન સુખાય’’ ના ધ્યેય ને સૌના સાથ અને સહકારથી આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો અને માનનીય વડાપ્રધાનશ્રી ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.

ત્યારે આ પ્રસંગે મહિસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલ સાથે, કડાણા મંડળ ના મહામંત્રીશ્રી કાળુભાઈ પી ડામોર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મંગુબેન માલીવાડ, જીલ્લા ઉપ પ્રમુખ શ્રી અંબાલાલ પટેલ, ભાજપ પ્રમુખ જયંતિભાઇ પટેલ ઉપપ્રમુખ પંચાલ બિપિનભાઈ, ન્યાય સમિતિ ચેરમેન શ્રી જેશિગભાઇ તાવિયાડ, રથ ના ઇન્ચાર્જ શ્રી વસ્તાભાઈ, મામલતદારશ્રી ખાંટ સાહેબ. તાલુકા વિકાસ અધિકારી શ્રી હેતલબેન કટારા, બાલુબેન માલીવાડ, પવૅતભાઈ કટારા, પ્રવિણભાઇ બારીયા અજયપાલસિહ, વિરસિગ નિનામા, સરપંચ શ્રી શાન્તાબેન , ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારીગણ, ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.