બરવાળા નગરપાલિકા દ્વારા બાકીદારોની ૪ મિલકતોને સીલ કરાઇ  - At This Time

બરવાળા નગરપાલિકા દ્વારા બાકીદારોની ૪ મિલકતોને સીલ કરાઇ 


કરવેરા વસુલાત ઝુંબેશના પગલે ન.પા.એ કાર્યવાહી હાથ ધરી  

ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ  
બરવાળા નગરપાલિકા દ્વારા કરવેરાની વસુલાત અંગેની નક્કર કામગીરીની ઝુંબેશહાથ ધરવામાં આવી હતી જેમાં વિરાજ શાહ (ચીફ ઓફિસર),દિગ્વીજયસિંહ પઢિયાર (ટેક્ષઇન્સ્પેક્ટર),નીલેશભાઈ વસાણી સહિતના કર્મચારીઓ દ્વારા નગરપાલિકાનાકરવેરા વસુલાતના મોટા બાકીદારોની ૪ મિલ્કતોને સિલ મારવામાં આવી હતી. નગરપાલિકાદ્વારા બાકીદારોની મિલ્કતોને સીલ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યોહતો. 

બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૨-૨૩ નાં ૯૮.૯૩ લાખનામાંગણા સામે હાલમાં ૧૪ લાખ જેટલી કરવેરાની વસુલાત થયેલ છે જયારે બાકી વસુલાત સામેકરવેરાની અસરકારક વસુલાત કરવાની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાનાકર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસોપાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો કરવેરા નહિ ભરવાના કારણેન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતીબરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરીદેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારાકરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાંભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોની (1) નુરુદીન રજબઅલી (૨) ડગલી છગનલાલ દેવચંદભાઈ (૩) શામજીભાઈ જેઠાભાઈ (૪)લીલાબેન ધનાભાઈ સોલંકી ની મળી કુલ ૪ (ચાર) મિલ્કતોને તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ બપોરના ૩:૦૦ કલાકથી સિલ મારવામાં આવ્યા હતા.ન.પા.દ્વારામોટા બાકીદારોની મિલ્ક્તોને સિલ મારવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યોહતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખાની દ્વારા બાકીદારોને ટેક્ષ ભરી જવા અપીલ પણકરવામાં આવેલ છે. 

બરવાળા નગરપાલિકાના કરવેરા ભરપાઈ થઇ ગયેલ હોય તેવા મિલ્કત ધારકોએકરવેરા ભર્યાની પહોચ રજુ કરી સુકા તેમજ લીલા ઘનકચરા એકત્રીકરણ માટેની લીલા તેમજવાદળી રંગની ડોલ મેળવી લેવા જણાવવામાં આવે છે.જે મિલ્કત ધારકોએ કરવેરા ભરપાઈ કર્યા હશે તેવા મિલ્કત ધારકોને જ ડોલ વિતરણ કરવામાં આવશે જેની નોંધ લેવા વસુલાત શાખાદ્વારા જણાવવામાં આવ્યું છે.   
બરવાળા નગપાલિકાની વસુલાત ટીમ દ્વારા ડોર ટુ ડોર કરવેરા વસુલાતઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત જપ્તી,સિલ કરવાની તેમજ નળ કનેક્શન કાપવા સહિતનીકાર્યવાહી હાથ ધરવામાં આવશે.કરવેરા બાકી હોય તેવા મિલ્કત ધારકોને કરવેરા ભરી જવાઅપીલ કરવામાં આવે છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.