અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિતે તા.૨૯ જાન્યુઆરી ૨૦૨૫ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર ધરાવી દાદાના સવારે ૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારીસ્વામી દ્વારા કરવામાં આવેલ કુંભ મેળો હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. દર ૧૨ વર્ષે ચાર સ્થળો પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. મહાકુંભ મેળો ભારતીય ધાર્મિક કાર્યક્રમોનો સૌથી મોટો તહેવાર છે, જે દર 144 વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ યોજાય છે ત્યારે આજે અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાના મંદિરમાં મહાકુંભમેળાની ઝાંખી રજુ કરાઈ છે દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
