181 વાર રક્તદાન કરી ચૂકેલા અને રાજ્યપાલ દ્વારા સન્માનિત નીતિન ભાઈ અગ્રાવત ની આરેણા ના સેવાભાવી રક્તદાન દેહદાન અને મેડિકલ માર્ગદર્શન આપતા ઋષિ જેવા નાથા ભાઈ નંદાણીયા સાથે પવિત્ર ભેટ - At This Time

181 વાર રક્તદાન કરી ચૂકેલા અને રાજ્યપાલ દ્વારા સન્માનિત નીતિન ભાઈ અગ્રાવત ની આરેણા ના સેવાભાવી રક્તદાન દેહદાન અને મેડિકલ માર્ગદર્શન આપતા ઋષિ જેવા નાથા ભાઈ નંદાણીયા સાથે પવિત્ર ભેટ


રાજકોટના કોઠારીયા નિદાન કેન્દ્રના શ્રી નિતિનભાઈ અગ્રાવત સાહેબ આરેણા મારા નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે પધારેલા હતાં.
આ તકે આરેણા ગામના સરપંચશ્રી બચુભાઇ મકવાણાએ શાલ દ્વારા નિતિનભાઈ અગ્રાવત નું સન્માન કરેલ હતું જ્યારે શિવમ્ ચક્ષુદાન આરેણા પરિવાર વતિ શ્રી રાકેશભાઈ યોગાનંદીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરેલ હતી. આજે આ તકે મારા નિવાસ્થાને ભરત ભાઈ ભાદરકા તેમજ સતિષભાઈ જોટવા અને રાહુલ ભાઈ નંદાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
પુજ્ય નિતિનભાઈ અગ્રાવત સાહેબ એ ૧૮૧ વખત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્ત દાન કરેલ છે અને એમના દિકરા અને દિકરી સાથે પુરો પરિવાર રેગ્યુલર રક્ત દાતા છે.થોડા સમય પહેલા જ ગુજરાત રાજ્ય ના માનનિય રાજ્યપાલશ્રી દ્વારા પણ નિતિનભાઈ નું વધુ રક્તદાન કરવાના સદ કાર્ય બદલ સન્માન થયેલ છે.
આવી વિભુતિ આજે શિવમ્ ચક્ષુદાન-આરેણા ના આંગણે પધારેલ એ અમારું અહોભાગ્ય છે. સાહેબ આપ આપના વ્યસ્ત સમય માંથી પણ સમય કાઢીને પધાર્યા છે

મિત્રો સમાજ માટે જીવતા આ લોકો એક ઋષિ સમાન છે એમની નિસ્વાર્થ ભક્તિ અદભૂત સેવા ની જ્યોત ઝળહળતી રાખે છે નમન છે આવા સમાજ ના વિરો ને


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.