ગેલ ઈન્ડિયા કંપની માં વિશ્વકર્મા જયંતી ઉજવવામાં આવી - At This Time

ગેલ ઈન્ડિયા કંપની માં વિશ્વકર્મા જયંતી ઉજવવામાં આવી


ગેલ ઈન્ડિયા કંપની માં આજ રોજ વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતી ઉજવવામાં આવી

શિલ્પ દેવતા ભગવાન વિશ્વકર્માની જયંતી આજે છે. આ દિવસ વિશેષ કરીને ઔજાર, નિર્માણ કાર્યથી જોડાયેલી મશીન,દુકાન, કારખાના, મોટર ગેરેજ, વર્કશોપ, લેથ યૂનિટ, કુટીર અને લઘુ એકમમાં ભગવાન વિશ્વકર્માની પૂજા થાય છે. પૂજા બાદ શ્રદ્ધાળુઓની વચ્ચે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ભગવાન વિશ્વકર્મા પહેલાં વાસ્તુકાર અને એન્જિયર છે. તેમણે સ્વર્ગલોક, પુષ્પક વિમાન, દ્વારકા નગરી, યમપુરી, કુબેરપુરી જેવી પૌરાણિક જગ્યાઓનું નિર્માણ કર્યું હતું.

કહેવાય છે કે, પ્રાચીન કાળમાં જેટલાં પણ સુપ્રસિદ્ધ નગર અને રાજધાનીઓ હતી તેનું સર્જન વિશ્વકર્માએ જ કર્યું હતું. જે કુબેર માટે પુષ્પક વિમાનનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. તે શિલ્પકળાનાં એટલાં મોટા જાણકાર હતાં કે, તેઓએ તે સમયમાં પુષ્પક વિમાન અને જળ પર ચાલી શકે તેવી ખડાઉ બનાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.