રાજકોટ માર્કેટીંગ યાર્ડ સર્વીસ રોડ ઉપરથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહિપાલસિંહ દશરથસિંહ તથા ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ તથા હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે આજીડેમ ચોકડીથી માર્કેટીંગ યાર્ડ જવાના રસ્તે સર્વીસ રોડ ઉપર કોહીનુર સર્વીસ સ્ટેશન પાસેથી ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. સતારભાઇ કાદરભાઇ ફકીર ઉ.૨૮ રહે,જંગલેશ્વર શેરીનં.૨૫ દેવપરા મેઇન રોડ રાજકોટ. બજાજ ઓટો રીક્ષા નં.GJ-03-BT-9402 કિ.રૂા.૭૦,૦૦૦ તથા ઈંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂા.૨૮,૮૦૦ મળી કુલ કિ.રૂા.૯૮,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
