હળવદ સરદાર પટેલ વિદ્યાલય ખાતે મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ યોજાયો
સરદાર પટેલ વિદ્યાલય ખાતે ખાતે યોજાયેલા રમતોત્સવ માં ધોરણ ૧થી ૧૨ ના વિધાર્થીઓ ઉત્સાહ પુર્વક ભાગ લીધો
હળવદ મા હમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગી અવનવા કાર્યક્રમો સરદાર પટેલ વિદ્યાલય ખાતે યોજાય છે ત્યારે વધુ એક બેદીવસય રમતોત્સવ સરદાર પટેલ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૧ થી ૧૨ ના ૭૫૦ થી વધું વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો,
હળવદ સરદાર પટેલ વિદ્યાલય ખાતે મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં જુની રમતો તથા રમતના ફાયદાઓ અને નિયમોની સમજ આપી હતી. આમાં અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ, કબ્બડી, ખો ખો, રસ્સાખેંચ નું આયોજન કરેલ. સાથે સાથે ટૂંકી દોડ, લાંબી દોડ, કોથળા દોડ, ઊંધી દોડ, લંગડી દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, દેડકા ચાલ, લીંબુ ચમચી, બિસ્કીટ ખાઉં, કુદણીયા, ચાંદલા ચોડ, લોટ ફૂંકણી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી વિવિધ ૧૭થી વધું રમતોઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ૭૫૦ થી વધું વિધાઊ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે સરદાર પટેલ વિદ્યાલય દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક રમતમાં વિધાથીર્ઓ નો ઉત્સાહ વધારવા પ્રથમ, દ્વીતીય,તૃત્રિય, નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,રમતોત્સવને સફળ બનાવવા સરદાર પટેલ વિદ્યાલયના સંચાલકો,શિક્ષકો સ્ટાફ, કોચ, સહિતન ભારે જેહમત ઉઠાવી હતી
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.